AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ફરી એકવાર ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન, પાકિસ્તાનમાં ઊંધો ફરકાવવામાં આવ્યો ત્રિરંગો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા એક નવો વિવાદ ઉભો થયો છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જે પાકિસ્તાનના ગદ્દાફી સ્ટેડિયમનો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં ભારતના રાષ્ટ્રધ્વજને ઊંધો ફરકાવવામાં આવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર નવો વિવાદ શરૂ થયો છે.

Video : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ફરી એકવાર ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન, પાકિસ્તાનમાં ઊંધો ફરકાવવામાં આવ્યો ત્રિરંગો
Indian national flagImage Credit source: PTI
| Updated on: Feb 18, 2025 | 9:32 PM
Share

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત પહેલા પાકિસ્તાન તેની હરકતો બંધ કરી રહ્યું નથી. તાજેતરમાં કરાચી સ્ટેડિયમનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. જેમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કરાચી સ્ટેડિયમમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ન હતો. કરાચીના ગદ્દાફી સ્ટેડિયમમાં ટુર્નામેન્ટની બાકીની તમામ 7 ટીમોના ધ્વજ દેખાતા હતા. હવે પાકિસ્તાનના ગદ્દાફી સ્ટેડિયમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેના પછી હોબાળો મચી ગયો છે.

પાકિસ્તાનમાં ફરી ત્રિરંગાનું અપમાન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો નવો વીડિયો કરાચીના ગદ્દાફી સ્ટેડિયમનો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ગદ્દાફી સ્ટેડિયમમાં ભારતીય ધ્વજ ફરકાવતો જોવા મળે છે. પરંતુ આ વ્યક્તિએ ભારતીય ધ્વજ ઊંધો લગાવ્યો હતો, જેના કારણે ફરી એકવાર વિવાદ થયો છે. આ વીડિયોમાં ભારત ઉપરાંત અન્ય દેશોના ધ્વજ પણ દેખાય છે, જે યોગ્ય રીતે મૂકવામાં આવ્યા છે. પરંતુ ત્રિરંગાને ઊલટો લગવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, ભારતીય ચાહકો માને છે કે પાકિસ્તાન જાણી જોઈને આવા કૃત્યો કરી રહ્યું છે.

PCBએ ધ્વજ ન ફરકાવવા બદલ આપ્યો ખુલાસો

તમને જણાવી દઈએ કે, અગાઉ જ્યારે ગદ્દાફી સ્ટેડિયમમાં ભારતીય ધ્વજ ન ફરકાવવા અંગે હોબાળો થયો હતો, ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ સ્પષ્ટતા આપી હતી. આ પાછળનું કારણ સમજાવતા પાકિસ્તાની મીડિયાએ કહ્યું, ‘ICCએ સલાહ આપી હતી કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચોમાં ફક્ત ચાર ધ્વજ હશે. એક ICC તરફથી એક યજમાન દેશ તરફથી અને બાકીના બે તે દેશો તરફથી જે વચ્ચે મેચ રમાઈ રહી છે. પરંતુ PCBના આ ખુલાસાથી પણ હોબાળો મચી ગયો કારણ કે સ્ટેડિયમમાં 4 થી વધુ ધ્વજ હતા.

ટીમ ઈન્ડિયા બધી મેચ દુબઈમાં રમશે

BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન ન મોકલવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ICC એ ટીમ ઈન્ડિયાની બધી મેચ દુબઈ શિફ્ટ કરી. ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીથી આ ટુર્નામેન્ટમાં પોતાનું અભિયાન શરૂ કરશે. તેનો પહેલો મુકાબલો બાંગ્લાદેશ સામે હશે. આ પછી, ભારતીય ટીમ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાનનો સામનો કરશે, જેની દરેક ક્રિકેટ ચાહક રાહ જોઈ રહ્યો છે. ત્યારબાદ 2 માર્ચે ન્યુઝીલેન્ડની ટીમ સાથે ટક્કર થશે.

આ પણ વાંચો: USA જેવી નાની ટીમે ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">