રામ ચરણ
જાણીતા સાઉથ એક્ટર કોનિડેલા રામ ચરણનો જન્મ 27 માર્ચ 1985માં તમિલનાડુના મદ્રાસમાં થયો છે. તેને ચેરી અથવા રામ કહીને પણ લોકો બોલાવે છે. તેના પિતાનું નામ ચિરંજીવી અને માતાનું નામ સુરેખા છે. તેના પિતા પણ તેલુગુ ફિલ્મ એક્ટર છે. તેને હૈદરાબાદના બેગમપેટની પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેણે મુંબઈમાં કિશોર નમિત કપૂરની એક્ટિંગ સ્કૂલમાંથી પણ અભ્યાસ કર્યો છે. તેણે બાળપણમાં ઘોડે સવારી પણ શીખી છે.
એક્ટરે એક્શન ફિલ્મ ચિરુથા (2007) માં તેના અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી અને તેણે સાઉથમાં બેસ્ટ મેલ ડેબ્યુ માટેનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. તેની પાસે 3 ફિલ્મ ફેર એવોર્ડ છે તેમજ 2 નંદી એવોર્ડ પણ મળેલા છે. તેમણે કરિયર દરમિયાન RRR, મગાધિરા, વિનય વિજય રામા, યેવડુ, રંગસ્થલમ, આચાર્ય તેમજ ધ્રુવ વગેરે ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.
એક્ટરે 2016માં પોતાની ફિલ્મ પ્રોડક્શન કંપની કોનિડેલા પ્રોડક્શન કંપની શરૂ કરી હતી. સ્ટુડિયો દ્વારા નિર્મિત પ્રથમ ફિલ્મ તેમના પિતા ચિરંજીવીની 150મી ફિલ્મ ‘ખૈદી નંબર 150’ (2017) છે. રામ ચરણે તેના પિતા ચિરંજીવી સાથે મળીને ચિરંજીવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓક્સિજન બેંકો શરૂ કરી છે. ભારતમાં COVID-19 રોગચાળાની બીજી લહેર દરમિયાન ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર અને કોન્સેન્ટ્રેટરની અછતને કારણે આ લોન્ચ કરવામાં આવ્યું હતું.
રામચરણ અને ઉપાસનાએ ડિસેમ્બર 2022માં ફેન્સ સાથે ગુડ ન્યૂઝ શેર કર્યા હતા. આ કપલનું પહેલું બાળક છે. લગ્નના 11 વર્ષ બાદ રામ અને ઉપાસનાના ઘરે ખુશીઓ આવી છે. તેમના લગ્ન 14 જૂન 2012ના રોજ થયા હતા.
ગ્લોબલ સ્ટારનો સાઉથમાં હિટ અને બોલિવુડમાં છે ફ્લોપ, દાદા,કાકા પિતાથી લઈ આખો પરિવાર ફિલ્મોમાં કરે છે કામ
અમે જે અભિનેતાની વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ સાઉથના સુપરસ્ટાર રામ ચરણ છે.રામ ચરણનું નામ સાઉથના ટોપ સ્ટાર્સની યાદીમાં સામેલ છે. તેણે પોતાના કરિયરમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તો રામ ચરણના પરિવારમાં કોણ કોણ છે ચાલો જાણીએ.
- Nirupa Duva
- Updated on: Mar 28, 2025
- 7:18 am
Game Changer box office collection day 5: 450 કરોડનું બજેટ, ફિલ્મે પાંચ દિવસમાં 100 કરોડની કમાણી કરી પરંતુ ડાયરેક્ટર નાખુશ છે, જાણો કારણ
સાઉથ સુપરસ્ટાર રામ ચરણની ફિલ્મ ગેમ ચેન્જર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને 2025 ની પહેલી સૌથી મોટી ફિલ્મ કહી શકાય. આ ફિલ્મનું દિગ્દર્શન એસ શંકરે કર્યું છે. તો ચાલો જાણીએ ફિલ્મ ગેમ ચેન્જરનું 5માં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું રહ્યું.
- Nirupa Duva
- Updated on: Jan 15, 2025
- 4:54 pm