આમિર ખાન
આમિર ખાનનો જન્મ 14 માર્ચ 1965ના રોજ મુંબઈમાં થયો હતો. તેના પિતાનું નામ તાહિર હુસૈન અને માતાનું નામ ઝીનત હુસૈન છે. આમિર ખાનને ફૈઝલ ખાન નામનો એક ભાઈ પણ છે. આમિર ખાનની બહેનોના નામ ફરહત ખાન અને નિખત ખાન છે. તેમના પરિવારના ઘણા સભ્યો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તેમના પિતા તાહિર હુસૈન ફિલ્મ નિર્માતા હતા. તેમના કાકા નાસિર હુસૈન નિર્માતા-નિર્દેશક હતા. તેના ભત્રીજા ઈમરાન ખાને પણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું પરંતુ કરિયરના પિક પર પહોંચ્યા બાદ તેને ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું.
લીડ એક્ટર તરીકે આમિર ખાને ‘કયામત સે કયામત તક’ ફિલ્મથી શરૂઆત કરી હતી જે તે સમયની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. આ પછી આમિરે ઘણી એવી ફિલ્મો કરી જે બોક્સ ઓફિસ પર સફળ રહી. દિલ, દિલ હૈ કી માનતા નહીં, જો જીતા વોહી સિકંદર, અંદાજ અપના અપના, રંગીલા, રાજા હિન્દુસ્તાની, ગુલામ, સરફરોશ, લગાન, દિલ ચાહતા હૈ, રંગ દે બસંતી, ફના, તારે જમીન પર, ગજની, 3 ઈડિયટ્સ, ધૂમ 3, પીકે, દંગલ, સિક્રેટ સુપરસ્ટાર વગેરે આમિર સુપરહિટ ફિલ્મો છે.
આમિર ખાનને તેની શાનદાર એક્ટિંગ માટે ઘણા એવોર્ડ મળ્યા છે. તેને 2003માં પદ્મશ્રી, 2010માં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો હતો, આ સિવાય 2013 માં મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટી દ્વારા તેને ડોક્ટરેટની ડિગ્રી પણ આપવામાં આવી હતી. આમિર ખાનની ફિલ્મોને ચીનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. ફિલ્મોમાં તેની શાનદાર એક્ટિંગને કારણે 2017માં ચીનની સરકારે તેને નેશનલ ટ્રીઝર ઓફ ઈન્ડિયા સન્માનથી સન્માનિત કર્યો હતો.
આમિર ખાનના પહેલા લગ્ન રીના દત્તા સાથે થયા હતા જેની સાથે તેને બે બાળકો છે. છોકરાનું નામ જુનૈદ અને છોકરીનું નામ ઈરા છે. રીના દત્તાથી છૂટાછેડા પછી આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા. 5 ડિસેમ્બર 2011ના રોજ કપલે આઝાદ રાવ ખાનના જન્મ થયો. 3 જુલાઈ, 2021 ના રોજ આમિરે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી કે તે અને કિરણ છૂટાછેડા લઈ રહ્યા છે.