ગુજરાત : વલસાડ વિધાનસભા બેઠકનું પરિણામ 2022
ભરતભાઈ કીકુભાઈ પટેલ
બીજેપી
વલસાડ
વલસાડમાં ભાજપે ભરતભાઈ પટેલને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે. 64 વર્ષના ભરતભાઇએ MSC સુધીનો અભ્યાસ કર્યો છે. મિલકતની વાત કરીએ તો ભરતભાઇ પાસે એક લાખ 75 હજાર રુપિયાનું મકાન છે તો તેમની પાસે 12 લાખ રુપિયાની જમીન છે. તો તેમની પાસે બેંકમાં 15 લાખ 26 હજાર રુપિયાની રકમ છે. તો તેમની પાસે એક લાખ 50 હજાર રુપિયાનું સોનું છે. તેમની પાસે કુલ જંગમ મિલકત 78 લાખ 92 હજાર 912 રુપિયા છે. તો વલસાડ બેઠક પર કોંગ્રેસે કમલભાઈ પટેલની ટિકિટ આપી છે. 48 વર્ષીય કમલભાઈએ ધોરણ-9 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 50 લાખ રુપિયાના મકાન છે. તો 19 લાખ 49 હજાર રુપિયાની જમીન છે. તો તેમના બેંકમાં 4 લાખ 45 હજાર 740 રુપિયા છે. આમ આદમી પાર્ટીએ આ બેઠક પર રાજેશભાઈ પટેલને ટિકિટ આપી છે. જેમણે 56 વર્ષીય રાજેશભાઈએ ડિપ્લોમા કરેલુ છે, તેમની પાસે 12 લાખ રુપિયાની મિલકત છે તો તેમની પાસે રોકડ બે લાખ અને બેંકમાં 26 હજાર જેટલા રુપિયા છે. તેમની પાસે 15 લાખ 41 હજાર 726 રુપિયા જંગમ મિલકત છે.
વલસાડ બેઠક: 2022 પરિણામ
| પાર્ટી | ઉમેદવાર | પરિણામ | મત % |
|---|---|---|---|
| ભરતભાઈ કીકુભાઈ પટેલ |
જીત
|
71.8% | |
| રાજેશભાઈ મંગુભાઈ પટેલ |
હારી ગયા
|
12.8% | |
| કમલભાઈ શાંતિલાલ પટેલ |
હારી ગયા
|
12.2% | |
| હેમંતકુમાર ગોપાલભાઈ ટંડેલ |
હારી ગયા
|
0.5% | |
| મહેશ વિનાયકરાય આચાર્ય |
હારી ગયા
|
0.5% | |
| કમલેશભાઈ ભરતભાઈ યોગી |
હારી ગયા
|
0.5% | |
| રાજેશભાઈ ઠાકોરભાઈ ગોહિલ |
હારી ગયા
|
0.2% |