AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાને જવાબદારી, ઉપનેતા તરીકે શૈલેષ પરમારને પસંદગી

Ahmedabd: ગુજરાત વિધાનસભામાં માત્ર 17 સભ્યો ધરાવનાર કોંગ્રેસે આખરે તેના વિધાનસભા પક્ષના નેતા તરીકે અમિત ચાવડાની અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરી છે. કોંગ્રેસે તો નેતાની પસંદગી કરી લીધી છે પરંતુ બંધારણીય રીતે સરકાર વિધાનસભામાં નેતા વિપક્ષનો દરજ્જો કોંગ્રેસને આપશે કે નહીં એને લઈ હજીપણ અનિશ્ચિતતા બનેલી છે.

ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાને જવાબદારી, ઉપનેતા તરીકે શૈલેષ પરમારને પસંદગી
નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડાને જવાબદારી
Narendra Rathod
| Edited By: | Updated on: Jan 17, 2023 | 10:27 PM
Share

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ અધિકૃત રીતે કરેલ પત્રથી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા કોણ હશે એની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહેલ અમિત ચાવડાને વિધાનસભાના કોંગ્રેસ દળના નેતા તરીકે જવાબદારી સોંપાઈ છે તો ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરાઈ છે. અમિત ચાવડાની વિધાનસભા નેતા તરીકે પસંદગી થતા જ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે તેમના સમર્થકોએ ઉજવણી કરી હતી.

અમિત ચાવડાએ જણાવ્યું કે વિધાનસભા ચૂંટણીમાં મળેલ જનાદેશનો સ્વીકાર કરી કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોને રચનાત્મક રીતે વાચા આપવાનું કામ કરશે. સરકાર સારા કાયદા લાવશે તો તેનું સમર્થન કરીશું, પરંતુ જો ભ્રષ્ટાચાર અને લોકોના અધિકારોનું હનન થશે તો કોંગ્રેસ સડકથી લઈ વિધાનસભા સુધી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસને મળી માત્ર 17 બેઠકો

નિયમ મુજબ નેતાવિપક્ષનું પદ મેળવવા પર્યાપ્ત બેઠકો કોંગ્રેસ મેળવી શક્યું નથી અને માત્ર 17 બેઠકો જ કોંગ્રેસને મળી છે, ત્યારે સરકાર કોંગ્રેસને અધિકૃત નેતા વિપક્ષનું પદ આપશે કે નહીં એને લઈ વિસંગતતાઓ છે. જો સરકાર નેતા વિપક્ષનું પદ નહીં આપે તો રાજભવનમાં સરકારી બંગલો અને સરકારી ગાડી નહીં મળે.

આ બાબતે અમિત ચાવડાએ જણાવ્યું કે વિરોધપક્ષના નેતાનું સંવૈધનિક પદ સરકારી સુવિધાઓ મેળવવા માટે નથી, પદના માધ્યમથી અમે લોકોના પ્રશ્નોની લડત લાડીશું. ફાળવેલ બજેટ યોગ્ય રીતે વપરાય અને સરકાર તાયફાઓના બદલે સુખાકારી માટે કામ કરે એ માટે એમને સચેત કરીશું.

આ પણ વાંચો: કોંગ્રેસની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના સભ્યો આવ્યા અમદાવાદ, ગુજરાત ચૂંટણીમાં હારનું ઠીકરું પક્ષની નીતિ અને EVM પર ઢોળાયુ

કોણ છે અમિત ચાવડા?

અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે અને છેલ્લી 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. આ સિવાય ચાવડા પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પરિવાર સાથે પરિવારિક સંબંધો રહ્યા છે અને તેમના દાદા સાંસદ રહી ચૂક્યા છે. માત્ર 17 સભ્યદળ વાળી ટીમના સુકાની તરીકે જવાબદારી મળી છે, ત્યારે અનેક પડકારો રહેશે.

ગુજરાત વિધાનસભામાં માત્ર 17 સભ્યો ધરાવનાર કોંગ્રેસે આખરે તેના વિધાનસભા પક્ષના નેતા તરીકે અમિત ચાવડાની અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરી છે. કોંગ્રેસે તો નેતાની પસંદગી કરી લીધી છે, પરંતુ બંધારણીય રીતે સરકાર વિધાનસભામાં નેતા વિપક્ષનો દરજ્જો કોંગ્રેસને આપશે કે નહીં એને લઈ હજીપણ અનિશ્ચિતતા બનેલી છે.

Follow Us
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
g clip-path="url(#clip0_868_265)">