Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓને મળી આ મંત્રાલયની જવાબદારી, જાણો કોને મળ્યુ કયુ ખાતુ

ગુજરાતમાં આજે નવી સરકારના મુખ્યમંત્રી અને 16 પ્રધાનો એ શપથ લીધા હતા. શપથવિધિ બાદ મળેલી નવી ગુજરાત સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં મંત્રાલયની ફાળવણી કરવામાં આવી છે. ચાલો જાણી એ કયા કેબિનેટ પ્રધાનને કયા મંત્રાલયની જવાબદારી મળી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2022 | 7:14 PM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાને સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયોના ખાતાની ફાળવણી થઈ છે.

1 / 9
પારડી વલસાડના કનુભાઈ દેસાઈના ભાગે નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રાલય આવ્યુ છે.

2 / 9
વિસનગર મહેસાણાના ઋષિકેશભાઈ પટેલને આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રાલય ફાળવવામાં આવ્યા છે.

3 / 9
જામનગર ગ્રામ્યના રાધવજી પટેલને કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસનું મંત્રાલય સોંપવામાં આવ્યુ છે.

4 / 9
સિધ્ધપુર પાટણના બળવંતસિંહ રાજપૂતને ઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર મંત્રાલય સોંપવામાં આવ્યા છે.

5 / 9
 જામખંભાળિયા દેવભૂમિ દ્વારકાના મુળુભાઇ બેરા પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ બાબત મંત્રાલયની જવાબદારી સોંપાવામાં આવી છે.

6 / 9
સંતરામપુર પંચમહાલના કુબેરભાઇ ડીંડોર આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રાલયની જવાબદારી મળી છે.

7 / 9
 રાજકોટ ગ્રામ્યના ભાનુબેન બાબરિયાને સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણની જવાબદારી સોંપવામાં આવી છે.

8 / 9
જસદણ રાજકોટના કુંવરજીભાઈ બાવળીયાને જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રાલયની ફાળવણી કરવામાં આવી છે.

9 / 9
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">