ગુજરાત : પારડી વિધાનસભા બેઠકનું પરિણામ 2022
કનુભાઈ મોહનલાલ દેસાઈ
બીજેપી
પારડી
પારડીની વાત કરીએ તો આ બેઠક પર ભાજપે કનુભાઇ દેસાઇને ટિકિટ આપી છે. 71 વર્ષના કનુભાઇએ B.Com સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 18 લાખ રુપિયાનું મકાન છે તો 12 લાખ રુપિયાની જમીન છે. તેમની પાસે 4 કરોડ 45 લાખ જેટલી રકમ બેંકમાં છે અને રોકડ 1 લાખ 25 હજાર રુપિયા છે. તેમની પાસે 8 કરોડ 29 લાખ 38 હજા 15 રુપિયા જંગમ મિલકત છે. આ જ બેઠક પર કોંગ્રેસે 45 વર્ષના જયશ્રીબેન પટેલને ટિકિટ આપી છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલો છે. જયશ્રીબેન પાસે 20 લાખ રુપિયાનું મકાન છે. તેમના બેંક ખાતામાં 57 હજાર રુપિયા જેટલી રકમ છે. તેમની પાસે 20 લાખ 7 હજાર 838 રુપિયા જંગમ મિલકત છે. આમ આદમી પાર્ટીએ પારડી બેઠક પર કેતનભાઇ પટેલને ટિકિટ આપી છે. 38 વર્ષના કેતન પટેલે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે દસ લાખ રુપિયાની જમીન છે તો બેંકમાં 73 હજાર 101 રુપિયા છે. કેતનભાઇ પાસે જંગમ મિલકત 7 લાખ 48 હજાર 131 રુપિયા છે.
પારડી બેઠક: 2022 પરિણામ
| પાર્ટી | ઉમેદવાર | પરિણામ | મત % |
|---|---|---|---|
| કનુભાઈ મોહનલાલ દેસાઈ |
જીત
|
73.4% | |
| જયશ્રીબેન પટેલ |
હારી ગયા
|
14.9% | |
| કેતનભાઈ કિશોરભાઈ પટેલ |
હારી ગયા
|
9.2% | |
| પ્રવિણકુમાર ભોલાપ્રસાદ સિંહ |
હારી ગયા
|
0.5% | |
| પટેલ નવીનકુમાર શંકરભાઈ |
હારી ગયા
|
0.3% | |
| સંજયભાઈ પરસોત્તમભાઈ પરમાર |
હારી ગયા
|
0.3% |