વાયુ પ્રદુષણની સમસ્યામાં રાહત આપે છે આ 5 કાર, એર ફિલ્ટર્સ કે એર પ્યુરિફાયર સિસ્ટમ્સ ધરાવે છે, જાણો
શિયાળાની ઋતુમાં નાના મોટા દરેક શહેરોમાં વાયુ પ્રદૂષણની સમસ્યા વધે છે. આની સાથે સાથે, ઘરની અંદર પણ હવાની ગુણવત્તા કથળેલી હોય છે. આ પ્રકારના વાયુ પ્રદૂષણ સામે વત્તાઅંશે રક્ષણ મેળવવા લોકો સુવિધા અને આરોગ્યને પ્રધાન્ય આપતા આવ્યા છે. જેને ધ્યાનમાં રાખીને, ઘણા ઓટોમેકર્સે તેમની કારમાં PM 2.5 એર ફિલ્ટર્સ અથવા ઇન્ટિગ્રેટેડ એર પ્યુરિફાયર સિસ્ટમ્સ પણ ઓફર કરવાનું શરૂ કર્યું છે. જે વાયુ પ્રદૂષણ, ટ્રાફિક જામ અથવા ધુમ્મસ જેવી પરિસ્થિતિઓમાં પણ સ્વચ્છ હવા આપે છે.

MG મોટર ભારતની પ્રથમ ઓટો કંપનીઓમાંની એક હતી, જેણે તેના તમામ મોડેલોમાં PM 2.5 ફિલ્ટર્સને સામેલ કર્યા હતા. MG Astor, ZS EV, Gloster અને Comet EV જેવા મોડેલોમાં અદ્યતન ફિલ્ટરેશન સિસ્ટમ્સ છે. જે હવામાંથી 99% સુધી માઇક્રોપાર્ટિકલ્સ દૂર કરે છે. જો કે, આ ફિલ્ટર MG મોટરના ફક્ત થોડા જ પ્રકારોમાં ઉપલબ્ધ છે, તેથી ખરીદતા પહેલા બ્રોશર ચેક કરો અને શોરૂમમાં ઓટો ડિલર્સ સાથે જરૂરી પુછપરછ કરવાનું ભૂલશો નહીં.

આજના સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે હવે, મારુતિ સુઝુકીએ પણ એર ફિલ્ટરેશન સમસ્યાને ઉકેલવા માટે એક અનોખો અભિગમ અપનાવ્યો છે. તેઓ તેમની ઘણી લોકપ્રિય કાર માટે PM 2.5 કેબિન ફિલ્ટર્સને વાસ્તવિક સહાયક તરીકે ઓફર કરે છે. બલેનો, સ્વિફ્ટ, બ્રેઝા, સિયાઝ, XL6 અને એર્ટિગા જેવી કારમાં આ ફિલ્ટર્સ આપવામાં આવે છે.

હ્યુન્ડાઇ વર્નાના હાઇ-એન્ડ SX (O) વેરિઅન્ટમાં એર પ્યુરિફાયર છે. જે તેને તેના સેગમેન્ટમાં એકમાત્ર સેડાન બનાવે છે. જે આ ફિલ્ટર ઓફર કરે છે. આ બિલ્ટ-ઇન એર પ્યુરિફાયર માત્ર આરામ જ નહીં પરંતુ કાર કેબિનને હાનિકારક PM 2.5 કણોથી મુક્ત રાખવાની ખાતરી પણ આપે છે. જો કે વર્નાના SX (O) વેરિઅન્ટની કિંમત, રૂપિયા 14.35 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.

કિયા સોનેટ તેના બિલ્ટ-ઇન સ્માર્ટ એર પ્યુરિફાયર સાથે કાર કેબિનના વાતાવરણને ગંભીરતાથી લે છે, જે PM 2.5 કણોને ફિલ્ટર કરવામાં સક્ષમ છે. આ સિસ્ટમ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન પર રીઅલ-ટાઇમ એર ક્વોલિટી ડેટા પ્રદર્શિત કરે છે. તેની એક્સ-શોરૂમ કિંમત હ્યુન્ડાઇ વર્ના કરતા સસ્તી એટલે કે રૂપિયા 10.80 લાખથી શરૂ થાય છે.

ટાટા નેક્સન એ એક એવી બીજી SUV છે, જે ફિયરલેસ પ્લસ PS વેરિઅન્ટથી શરૂ કરીને સ્માર્ટ એર પ્યુરિફાયર અને PM 2.5 ફિલ્ટરેશન સિસ્ટમથી સજ્જ છે. નેક્સન કાર કેબિન હવામાંથી પ્રદૂષકોને શોધવા અને તેને કેબિનમાંથી દૂર કરવા માટે તેના ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલમાં બનેલા ડસ્ટ સેન્સરનો ઉપયોગ કરે છે. ટાટા નેક્સનની શરૂઆતની કિંમત કિયા સોનેટ કરતા થોડી મોંધી અને હ્યુન્ડાઇ વર્ના કરતા પ્રમાણમાં સસ્તી એટલે કે, રૂપિયા12.17 લાખ એક્સ-શોરૂમ છે.
ઓટોમોબાઈલ ક્ષેત્રને લગતા નાના મોટા મહત્વના તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.