વોટ ઈન્ડિયા થિંક ટુડે
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ‘વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે’ વૈશ્વિક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના નંબર વન ન્યૂઝ નેટવર્ક TV9ના આ ઈવેન્ટમાં દેશની રાજનીતિ, શાસન, અર્થશાસ્ત્ર, આરોગ્ય, સંસ્કૃતિ અને રમતગમત સહિતના અનેક મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ ત્રિદિવસીય સમિટ 25 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સમિટમાં પીએમ નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે.
‘વૉટ ઈન્ડિયા થિંક્સ ટુડે’માં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, ભૂપેન્દ્ર યાદવ, સ્મૃતિ ઈરાની, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, આસામના સીએમ હિમંતા વિશ્વ શર્મા, ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ, છત્તીસગઢના સીએમ વિષ્ણુ દેવ સાઈ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ. હરિયાણા લાલ ખટ્ટર, પંજાબના સીએમ ભગવંત માન, એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસ નેતા પવન ખેડા, ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી, યોગ ગુરુ બાબા રામદેવ અને નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત પણ તેમના વિચારો રજૂ કરશે.
આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની એબોટ, માલદીવના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મારિયા અહેમદ દીદી, વેલિના ચકરોવા, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ભૂતપૂર્વ સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીન, ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલન સહીતના કલા ક્ષેત્ર, રમત જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને તેમના મંતવ્યો શેર કરશે.