AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Tendulkar Wedding : પ્રી વેડિંગ સેલિબ્રેશન માટે અર્જુન તેંડુલકર તેની મંગેતર સાથે જામનગર પહોંચ્યો, અંબાણી પરિવારે આશીર્વાદ આપ્યા જુઓ વીડિયો

સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર તેની મંગેતર સાથે જામનગર પહોંચ્યો હતો તેડુલકર પરિવાર જામનગરમાં પ્રી વેડિંગ સેલિબ્રેશન માટે આવ્યો હતો. આ દરમિયાન નીતા અંબાણીએ એક સુંદર સ્પીચ આપી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર મુંબઈ ઈન્ડિયન્સે પોસ્ટ કર્યો છે.

Arjun Tendulkar Wedding : પ્રી વેડિંગ સેલિબ્રેશન માટે અર્જુન તેંડુલકર તેની મંગેતર સાથે જામનગર પહોંચ્યો, અંબાણી પરિવારે આશીર્વાદ આપ્યા જુઓ વીડિયો
| Updated on: Feb 26, 2026 | 10:48 AM
Share

ક્રિકેટ જગતના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેડુલકર ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. સામે આવી રહેલી જાણકારી મુજબ 5 માર્ચના રોજ બિઝનેસમેનની દીકરી સાનિયા ચંડોક સાથે લગ્નના બંધનમાં બંધાશે. જેને લઈ તમામ કાર્યક્રમ 3 માર્ચથી શરુ થશે. લગ્નના પ્રોગ્રામને પ્રાઈવેટ રાખવામાં આવશે. જેમાં નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવશે.

હાલમાં તેડુલકર પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. લગ્ન પહેલા આખો તેડુલકર પરિવાર પ્રી વેડિંગ સેલિબ્રેશન માટે જામનગર પહોંચ્યો જ્યાં નીતા અંબાણીએ એક સુંદર સ્પીચ આપી છે.

નીતા અંબાણીએ આપ્યા આશીર્વાદ

મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં આખો તેડુલકર પરિવાર અને અંબાણી પરિવાર જામનગરમાં જોવા મળી રહ્યો છે. પ્રી વેડિંગ સેલિબ્રેશ માટે એકઠા થયેલા મહેમાનો વચ્ચે નીતા અંબાણીએ સ્પીપ આપતા કહ્યું કે, દરેકનું જામનગરમાં સ્વાગત છે. આજે આપણે બધા ફરી એક વખત આ સ્થળે પહોંચ્યા છીએ. અનંત અને રાધિકાએ 2 વર્ષ પહેલા આ સ્થળે લગ્ન કર્યા હતા. સચિન અને અંજલી અમારા માટે એક પરિવારની જેમ છે. હું ખુબ ખુશ છું કે, એક સાથે આ ખુશી સેલિબ્રેટ કરી રહ્યા છીએ.

જામનગરમાં થશે પ્રી વેડિંગ સેલિબ્રેશન

જામનગરમાં આખો પરિવાર પ્રી વેડિંગ સેલિબ્રેશન માટે એક સાથે આવ્યો હતો. અર્જુન તેડુંલકર અને સાનિયા ચંડોકની સગાઈ 13 ઓગસ્ટ 2025ના રોજ થઈ હતી. સગાઈ ખુબ જ પ્રાઈવેટ રાખવામાં આવી હતી. જેમાં માત્ર 2 ફેમિલીના લોકો હાજર હતા. બંન્ને પરિવારોના અંગત લોકો હાજર રહ્યા હતા. સગાઈની પુષ્ટિ સચિન તેંડુલકર દ્વારા પછી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, સાનિયા અને અર્જુન તેડુલકર બાળપણના મિત્રો છે અને લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. સાનિયા એક બિઝનેસમેન પરિવારમાંથી આવે છે.સચિન તેંડુલકરના દીકરાના લગ્નનો જશ્ન જામનગરમાં મનાવવામાં આવી રહ્યો છે.

લગ્ન ક્યારે થશે?

રિપોર્ટ મુજબ અર્જુન અને સાનિયા 5 માર્ચે મુંબઈમાં લગ્ન કરશે. તાજેતરમાં કપલ તેમના પરિવારો સાથે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીને મળ્યા અને આમંત્રણ આપ્યું છે.

માસ્ટર-બ્લાસ્ટર ક્રિકેટમાં કરિયર બનાવવા માટે કરી રહ્યો છે તનતોડ મહેનત, આવો છે અર્જુન તેંડુલકરનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું!
ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું!
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
g clip-path="url(#clip0_868_265)">