AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઉત્તરાખંડના ગંગોત્રીમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ, બદ્રીનાથ-કેદારનાથ માટે પણ લેવાશે આવો જ નિર્ણય ?

ઉત્તરાખંડમાં મંદિર સમિતિની યોજાયેલી બેઠકમાં ગંગોત્રી ધામ અને માતા ગંગાના શિયાળુ નિવાસસ્થાન મુખબામાં બિન-હિન્દુઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાર ધામ પૈકી બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિ દ્વારા પણ આવો જ પ્રસ્તાવ વિચારાઈ રહ્યો છે. આગામી દિવસોમાં બદ્રીનાથ અને કેદારનાથ ધામમા પણ બિન-હિન્દુઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવાઈ શકે છે.

Breaking News : ઉત્તરાખંડના ગંગોત્રીમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ, બદ્રીનાથ-કેદારનાથ માટે પણ લેવાશે આવો જ નિર્ણય ?
Image Credit source: cm uttrakhand
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2026 | 1:35 PM
Share

ઉત્તરાખંડના ચાર ધામ પૈકી ગંગોત્રી ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લાદવાનો નિર્ણય રવિવારે યોજાયેલ ગંગોત્રી મંદિર સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો. ગંગોત્રી મંદિર સમિતિના જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધ ફક્ત ગંગોત્રી મંદિર સંકુલ પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ માતા ગંગાના શિયાળુ નિવાસસ્થાન મુખબા ગામમાં પણ અસરકારક રીતે અમલમાં રહેશે.

શ્રી ગંગોત્રી મંદિર સમિતિના પ્રમુખ, સુરેશ સેમવાલે જણાવ્યું હતું કે, સમિતિએ ધાર્મિક પરંપરાઓ અને શ્રદ્ધા સંબંધિત પાસાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, ગંગોત્રી મંદિર વિસ્તારની પવિત્રતા અને પરંપરાગત વ્યવસ્થા જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સમિતિએ જણાવ્યું હતું કે, નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક સ્તરે જરૂરી વ્યવસ્થા કરવામાં પણ આવશે.

શું અન્ય મંદિરો પર પણ આવા પ્રતિબંધો લાદવામાં આવશે ?

આ નિર્ણય બાદ ઉત્તરાખંડ રાજ્યના અન્ય મુખ્ય મંદિરોમાં પણ આ જ પ્રકારે બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવા અંગેની ચર્ચાઓ તેજ થઈ છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ, હેમંત દ્વિવેદીએ તો સંકેત પણ આપ્યો છે કે આગામી બોર્ડ બેઠકમાં આવો જ પ્રસ્તાવ મૂકવામાં આવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે સમિતિ હેઠળના અન્ય મંદિરો માટે બિન હિન્દુના પ્રવેશ વ્યવસ્થા અંગેની નીતિ પર પણ વિચાર કરવામાં આવશે. જોકે, બોર્ડ બેઠક પછી જ બદ્રીનાથ-કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવો કે નહીં તેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.

હર કી પૌડીમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ

ઉત્તરાખંડમાં ધાર્મિક સ્થળોએ, બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ બાબતે સમયાંતરે ચર્ચાઓ ચાલી રહી છે. ભૂતકાળમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગણીઓ ઉઠાવવામાં આવી છે, જેમાં હરિદ્વારની હર કી પૌડી અને અન્ય મંદિરોનો સમાવેશ થાય છે. આ માંગણીને હરિદ્વાર મ્યુનિસિપલ કોર્પોરેશનના 1916ના બાયલોઝ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, જે બ્રિટિશ યુગથી અમલમાં હોવાનું કહેવાય છે. આ નિયમોને ટાંકીને, ગંગા સભા સાથે સંકળાયેલા કેટલાક સંગઠનો અને વ્યક્તિઓએ ધાર્મિક પરંપરાઓના રક્ષણના નામે બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

દેવભૂમિ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામને લગતા તમામ સમાચાર અધિકૃત રીતે જાણવા માટે તમે અહીં ક્લિક કરીને જાણો

g clip-path="url(#clip0_868_265)">