AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તરાખંડના પીપલકોટીમાં THDC હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં 2 લોકો ટ્રેન અથડાઈ, જેમાં 60 લોકો ઘાયલ

Pipalkoti Tunnel Incident: મંગળવારે રાત્રે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં વિષ્ણુગઢ પીપલકોટી ખાતે THDC હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં કામદારો અને અધિકારીઓને લઈ જતી એક લોકો ટ્રેન અને એક માલગાડી અથડાઈ હતી.

ઉત્તરાખંડના પીપલકોટીમાં THDC હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં 2 લોકો ટ્રેન અથડાઈ, જેમાં 60 લોકો ઘાયલ
Uttarakhand Tunnel Train Accident
| Updated on: Dec 31, 2025 | 1:04 PM
Share

Pipalkoti Tunnel Incident: મંગળવારે રાત્રે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં વિષ્ણુગઢ પીપલકોટી ખાતે THDC હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં કામદારો અને અધિકારીઓને લઈ જતી લોકો ટ્રેન માલગાડી સાથે અથડાઈ હતી જેમાં લગભગ 60 લોકો ઘાયલ થયા હતા.

ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરવ કુમારે જણાવ્યું હતું કે, મોડી સાંજે અકસ્માત થયો ત્યારે ટ્રેનમાં 109 લોકો સવાર હતા, જેમાંથી 60 લોકો ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે બધાને બહાર કાઢવામાં આવ્યા છે અને ઘાયલોની હાલત સ્થિર છે.

જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, THDC (ભારત) દ્વારા નિર્માણાધીન પ્રોજેક્ટના પીપલકોટી ટનલની અંદર લોકોને લઈ જતી ટ્રેન અને સામગ્રી લઈ જતી ટ્રેન અથડાઈ હતી.

(Credit Source: @airnews_ddn)

પ્રોજકેટ આવતા વર્ષ સુધીમાં પુર્ણ થવાના આરે

ચમોલીના નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે 10 ઘાયલ લોકોને ગોપેશ્વરની જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટનલની અંદર બાંધકામ કાર્ય માટે કામદારો, અધિકારીઓ અને સામગ્રીના પરિવહન માટે રેલ જેવા વાહનોનો ઉપયોગ થાય છે.

(Credit Source: @AHindinews)

આ 444 મેગાવોટનો જળવિદ્યુત પ્રોજેક્ટ ચમોલી જિલ્લામાં અલકનંદા નદી પર હેલંગ અને પીપલકોટી વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ ચાર ટર્બાઇન દ્વારા 111 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે તેવી અપેક્ષા છે. તે આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થવાનું લક્ષ્ય છે.

દેશ વિદેશના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">