AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુએનમાં બેન્જામિન નેતન્યાહૂનો બહિષ્કાર, સ્ટેજ પર આવતા જ અનેક દેશના પ્રતિનિધિઓએ ચાલતી પકડી

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સામાન્ય ચર્ચાનો આજે ચોથો દિવસ ચાલી રહ્યો છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, જેમની સામે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતે યુદ્ધ ગુનાઓ માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે, તેઓ જનરલ એસેમ્બલીને સંબોધિત કર્યું હતું. પરંતુ તેમાન સંબોધનનો અનેક દેશના પ્રતિનિધિઓએ બહિષ્કાર કર્યો હતો.

યુએનમાં બેન્જામિન નેતન્યાહૂનો બહિષ્કાર, સ્ટેજ પર આવતા જ અનેક દેશના પ્રતિનિધિઓએ ચાલતી પકડી
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2025 | 8:19 PM
Share

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં સંબોધન કર્યુ હતું. યુએન જનરલ એસેમ્બલીમાં તેમનું સંબોધન એવા સમયે આવ્યું છે, જ્યારે ડઝનબંધ વૈશ્વિક નેતાઓએ ગાઝામાં ઇઝરાયલની કાર્યવાહીની આકરી ટીકા કરી છે. જ્યારે નેતન્યાહૂ બોલી રહ્યા હતા, ત્યારે જનરલ એસેમ્બલી હોલ લગભગ ખાલી થઈ ગયો હતો, કારણ કે ઘણા દેશોના પ્રતિનિધિઓ તેમનુ સંબોધન શરૂ થાય તે પૂર્વે જ ચાલતી પકડી હતી.

પરંતુ ઇઝરાયલી પ્રતિનિધિમંડળે જોરથી તાળીઓ પાડી જ્યારે તેમણે જાહેરાત કરી કે ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહ સભ્યોના સેંકડો પેજર ઉડાવી દીધા છે. આતંરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાએ તે સમયે અહેવાલ પ્રસારીત કર્યા હતા કે, આ વિસ્ફોટોમાં કેટલાક બાળકો સહિત ઓછામાં ઓછા 37 લોકો માર્યા ગયા હતા. વધુમાં, તે સમયે લેબનીઝ આરોગ્ય વિભાગ અનુસાર, આશરે 3,000 લોકો ઘાયલ થયા હતા.

ઈરાન અને હૂતીઓ પર હુમલાઓનો ઉલ્લેખ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણની શરૂઆત કરતા, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન અને તેના સાથીઓ સામે ઇઝરાયલની સૈન્ય કાર્યવાહી પર ભાર મૂક્યો. નેતન્યાહૂએ કહ્યું, “છેલ્લા એક વર્ષમાં, અમે હૂતી બળવાખોરો પર અસંખ્ય હુમલા કર્યા છે, જેમાં ગઈકાલના હુમલાનો પણ સમાવેશ થાય છે. અમે હમાસની ઘણી શક્તિનો નાશ કર્યો છે. અમે હિઝબુલ્લાહને નબળુ પાડ્યુ છે, તેના ઘણા નેતાઓ અને શસ્ત્રોનો નાશ કર્યો છે.”

હમાસનું કાર્ય હજુ પૂર્ણ થયું નથી – નેતન્યાહૂ

નેતન્યાહૂએ કહ્યું કે, હમાસની તાકાત ઓછી થઈ હોવા છતાં, તે હજુ પણ એક ખતરો છે અને આટલુ થયું હોવા છતા તેણે 7 ઓક્ટોબરની હિંસાનું પુનરાવર્તન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે કહ્યું, “અમારા લોકોની તાકાત, અમારા સૈનિકોની બહાદુરી અને અમારા બોલ્ડ નિર્ણયોને કારણે, ઇઝરાયલ તેના સૌથી ખરાબ દિવસમાંથી બહાર નીકળી શક્યું છે અને વિશ્વના સૌથી મોટા લશ્કરી પુનરાગમનમાંથી એક પ્રાપ્ત કરી શક્યું છે. પરંતુ અમારું કાર્ય હજુ પૂર્ણ થયું નથી.”

નેતન્યાહૂ સોમવારે ટ્રમ્પ સાથે મુલાકાત કરશે

નેતન્યાહૂ આગામી સોમવાર 29મી સપ્ટેમ્બરે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે, જેમણે ઇઝરાયલ દ્વારા ગાઝાની જેવો જ વિસ્તાર, વેસ્ટ બેંકને જોડવાના કોઈપણ પ્રયાસને રોકવાનું વચન આપ્યું છે. આ સંદેશ તાજેતરમાં આરબ નેતાઓ સાથે અમેરિકાની પ્રસ્તાવિત શાંતિ યોજનાની ચર્ચા થયાના થોડા સમય પછી આવ્યો છે.

ઈઝરાયેલને લગતા તમામ સમાચારો જણવા માટે માત્ર એક ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">