પાકિસ્તાનને કેવી રીતે મળી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા (UNSC)? શું તેનાથી ભારતને થશે કોઈ નુકસાન? -વાંચો
જ્યારથી પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની (UNSC) અધ્યક્ષતા સંભાળી છે. ત્યારથી દરેકના મનમાં એક જ સવાલ છે કે આખરે પાકિસ્તાનને આ પદ કેવી રીતે મળી ગયુ. શું તેનાથી આવનારા દિવસોમાં ભારતને કોઈ નુકસાન છે? આવો સમજીએ..

આતંકવાદનો એજન્ડા ચલાવનાર પાકિસ્તાન આ વખતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) નું અધ્યક્ષ બન્યુ છે. પાકિસ્તાનના અધ્યક્ષ બન્યાના એક દિવસ પહેલા ભારતે સંયુક્ત રાષ્ટ્ર ભવનના એન્ટ્રી ગેટ પર ધ હ્યુમન કૉસ્ ઓફ ટેરરિઝ્મ નામનું એક્ઝિબિશન આયોજિત કરી પાકિસ્તાનની આતંકવાદ પ્રત્યેની ભૂમિકાને ઉજાગર કરી હતી. એટલે પાકિસ્તાન ભલે UNSCનું અધ્યક્ષ બની ગયુ હોય પરંતુ આતંકવાદના મુદ્દે ભારત હંમેશા પાકિસ્તાનની પોલ ખોલવાનું જ છે. સમગ્ર વિશ્વ જાણે છે કે પાકિસ્તાન સંયુક્ત સુરક્ષા પરિષદમાં તેમના કહેવાતા મિત્ર ચીન સાથે મળીને કામ કરે છે. તો આજે સમજીએ કે આખરે પાકિસ્તાન કેવી રીતે UNSCનું અધ્યક્ષ બન્યુ અને હવે તેની આ અધ્યક્ષતાથી ભારતને કેટલુ નુકસાન થશે. પાકિસ્તાનને કેવી રીતે મળી UNSC ની અધ્યક્ષતા? સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા ક્યો દેશ કરશે તેના માટેની એક આખી પ્રક્રિયા હોય છે. પાકિસ્તાનને 2025-2026 માટે સંયુક્ત રાષ્ટ્ર...