AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UNSCએ બંધ બારણે કરેલી બેઠકમાં ન નીકળ્યો કોઇ નિષ્કર્ષ, કન્સલ્ટેશન રૂમની બેઠકમાં શું થયું તે જાણો

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે (UNSC) ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને એક બેઠક કરી હતી. આ બેઠક બંધ બારણે એટલે કે એક રૂમમાં ખાનગી રીતે કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચે પરમાણુ હથિયારો હોવા છતાં તણાવ વધી રહ્યો છે અને તેના કારણે ચિંતા વધી છે.

UNSCએ બંધ બારણે કરેલી બેઠકમાં ન નીકળ્યો કોઇ નિષ્કર્ષ, કન્સલ્ટેશન રૂમની બેઠકમાં શું થયું તે જાણો
| Updated on: May 06, 2025 | 3:12 PM
Share

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે (UNSC) ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને એક બેઠક કરી હતી. આ બેઠક બંધ બારણે એટલે કે એક રૂમમાં ખાનગી રીતે કરવામાં આવી હતી. આ ચર્ચા મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ દ્વારા કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચે પરમાણુ હથિયારો હોવા છતાં તણાવ વધી રહ્યો છે અને તેના કારણે ચિંતા વધી છે.

આ બેઠક ત્રણથી ચાર કલાક ચાલી હતી. હાલના સમયમાં સુરક્ષા પરિષદમાં 15 દેશો છે અને પાકિસ્તાને એમાંથી એક અસ્થાયી સભ્ય તરીકે આ બેઠક માટેની વિનંતી કરી હતી. જો કે, આ બેઠક પછી કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું નથી. પાકિસ્તાને ગ્લોબલ મંચનો ઉપયોગ ભારત વિશે ખોટી માહિતી ફેલાવા માટે કર્યો હતો.

બેઠકમાં પાકિસ્તાને પહેલગામ હુમલા પછી ભારતે લીધેલા પગલાઓ પર રોવાનું શરૂ કર્યું હતું. આ સિવાય કાશ્મીર વિશે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પછી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ભૂતપૂર્વ કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને જણાવ્યું હતું કે, “ભૂતકાળની જેમ જ આજે ફરી એકવાર પાકિસ્તાનની દાદાગીરી નિષ્ફળ ગઈ છે. પરિષદ દ્વારા કોઈ ખાસ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. એવામાં ભારતીય સત્તાએ ફરી એકવાર પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે.

મુખ્ય બેઠક ચેમ્બરને બદલે કન્સલ્ટેશન રૂમમાં

યુએનમાં ગ્રીસના કાયમી પ્રતિનિધિ અને વર્તમાન સુરક્ષા પરિષદના પ્રમુખ ઇવાન્જેલોસ સેકેરિસે બેઠકને “પ્રોડક્ટિવ અને મદદરૂપ” ગણાવી હતી. જો કે તેમણે સ્વીકાર્યું કે, કોઈ ચોક્કસ પરિણામો પ્રાપ્ત થયા નથી. સુરક્ષા પરિષદ હંમેશા તણાવ ઓછો કરવાના આવા પ્રયાસોમાં મદદરૂપ થાય છે. UNSCની મુખ્ય બેઠક ચેમ્બરને બદલે કન્સલ્ટેશન રૂમમાં યોજાઈ હતી. આ ચર્ચા કન્સલ્ટેશન રૂમમાં ખાનગી રીતે થઈ હોવાથી કોઈ સત્તાવાર નોંધણી કે ઠરાવ જાહેર કરવામાં આવ્યા નથી.

મધ્ય પૂર્વ, એશિયા અને પેસિફિક માટે યુએનના સહાયક મહાસચિવ ખાલેદ મોહમ્મદ ખિયારી જેમણે કાઉન્સિલને માહિતી આપી હતી અને પત્રકારોને જણાવ્યું હતું કે, તમામ સભ્યોએ ડી-એસ્કલેશન (દબાવ ઘટાવવા) માટે ઇચ્છા વ્યક્ત કરી છે. ખાસ વાત એ હતી કે, બેઠકમાં ન તો કોઈને દોષી ઠેરવવામાં આવ્યું અને ન જ પાકિસ્તાની આરોપોને ભારત વિરુદ્ધ સમર્થન આપવામાં આવ્યું.

સૈયદ અકબરુદ્દીને ટિપ્પણી કરી

સુરક્ષા પરિષદની બેઠક શરૂ થાય તે પહેલાં સૈયદ અકબરુદ્દીને ટિપ્પણી કરી હતી કે, આવી ચર્ચાથી કોઈ પરિણામની અપેક્ષા રાખી શકાય નહીં જ્યાં ચર્ચામાં એક પક્ષ (એટલે ​​કે પાકિસ્તાન) પરિષદમાં તેના સભ્યપદ દ્વારા ધારણાઓને આકાર આપવાનો પ્રયાસ કરી રહ્યું હોય. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારત આવા પાકિસ્તાની પ્રયાસોને અવગણશે.

પાકિસ્તાન ભારતને દોષ આપે છે

પાકિસ્તાન હાલમાં 15-રાષ્ટ્રોની સુરક્ષા પરિષદના બિન-કાયમી જૂથનું સભ્ય છે, જ્યાં તેણે વર્તમાન પરિસ્થિતિ પર “ક્લોઝડ કન્સલ્ટેશન” ની વિનંતી કરી હતી. યુએનમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ રાજદૂત અસીમ ઇફ્તિખાર અહમદે સ્પષ્ટ કર્યું હતું કે, કન્સલ્ટેશનનો હેતુ કાઉન્સિલના સભ્યોને સુરક્ષા પરિસ્થિતિ અને વધતા દબાવ પર ચર્ચા કરવા માટેની હતી. લક્ષ્ય એટલો જ હતો કે, સ્થિતિ પર ચર્ચા કરવા માટે વિચારોને આદાનપ્રદાન કરવા જેમાં ગંભીર પરિણામોથી બચવા માટે ટકરાવ ટાળવાનો પણ સમાવેશ થતો.

તણાવ ઓછો કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા પાકિસ્તાની રાજદૂતે ભારતને તેના લશ્કરી નિર્માણ અને ઉશ્કેરણીજનક પગલાં માટે દોષી ઠેરવ્યા. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે પાકિસ્તાન તેની સાર્વભૌમત્વ અને અખંડિતતાનું રક્ષણ કરવા માટે “સંપૂર્ણપણે તૈયાર” છે. વધુમાં, તેમણે ભારત પર 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા હુમલામાં પાકિસ્તાનની સંડોવણીને નકારી કાઢતા પોતાના રાજકીય અને વ્યૂહાત્મક હિતોને અનુસરવાનો આરોપ લગાવ્યો.

ભારતને જવાબદાર ઠેરવ્યું

તણાવ ઓછો કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા પાકિસ્તાનીઓએ ભારતને સૈન્ય વધારવા અને ઉશ્કેરણી માટે જવાબદાર ઠેરવ્યું. તેમણે કહ્યું કે, પાકિસ્તાન પોતાની સુરક્ષા માટે પૂરેપૂરું તૈયાર છે. સાથે સાથે, તેમણે આરોપ લગાવ્યો કે પહલગામના હુમલામાં ભારતે પાકિસ્તાનની ભૂમિકા નકારીને પોતાના રાજકીય હિતો પાછળ ધસી રહ્યું છે.

યુએન ચીફે પહલગામ હુમલાની નિંદા કરી

યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને સંયમ રાખવાની હાકલ કરી છે, જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નાગરિકોના મોત થયા હતા. આ ઘટનાએ બે ન્યુક્લિયર આર્મ્ડ પડોશીઓ વચ્ચે તણાવ વધુ વધાર્યો છે.

ગુટેરેસે આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી અને તેને “ભયાનક” ગણાવ્યું. તેમજ પીડિતોના પરિવારો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી. તેમણે વધુમાં ભાર મૂક્યો કે, કોઈપણ સંજોગોમાં નાગરિકોને નિશાન બનાવવું એ અસ્વીકાર્ય છે. ગુટેરેસે એ પણ કહ્યું કે, “આ સંયમ રાખવાનો અને પાછળ હટવાનો સમય છે.” તેમણે ચેતવણી આપી કે, કોઈપણ લશ્કરી મુકાબલો વિનાશક પરિણામો સાથે સ્થિતિની બહાર જઈ શકે છે. હિંસા એક વ્યવહારુ ઉકેલ નથી અને સમાધાન (વાતચીત) એ એકમાત્ર રસ્તો છે.

મહાસચિવે વધતા તણાવ પર ખાસ ચિંતા વ્યક્ત કરી, ભારત-પાકિસ્તાન સંબંધોની વર્તમાન સ્થિતિને તણાવપૂર્ણ ગણાવી છે. તેમણે ડિપ્લોમેટિક પ્રયાસો દ્વારા પરિસ્થિતિને શાંત કરવાની આશામાં બંને પક્ષો સાથે સંવાદ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

જયશંકરે યુએનએસસીના સભ્યો સાથે વાત કરી

બેઠક શરૂ થાય તે પહેલાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે ચીન અને પાકિસ્તાન સિવાય સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યો સાથે વાત કરી અને ભાર મૂક્યો કે પહલગામ આતંકવાદી હુમલા માટે હુમલાખોરોને જવાબદાર ઠેરવવા જોઈએ. જયશંકરે કહ્યું કે હુમલાના દોષિતો, યોજના બનાવનારાઓ અને તેમને આધાર આપનારાઓને ન્યાયનો સામનો કરવો જ જોઇએ.

આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો. 

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">