તેલંગાણા
તેલંગાણા દક્ષિણ ભારતમાં આવેલું રાજ્ય છે. તેલંગાણા રાજ્યનું પાટનગર હૈદરાબાદ છે. જે તેલંગાણા રાજ્યનું સૌથી મોટું શહેર છે. અહીં કુલ 33 જિલ્લા છે. તેલંગાણા વર્ષ 2014માં અસ્તિત્વમાં આવ્યું હતું. હાલ રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે. રાજ્યની સત્તાવાર ભાષા તેલુગુ છે. રાજ્યમાં વિધાનસભાની કુલ 119 બેઠકો છે. અહીં વિધાન પરીષદની 40 બેઠકો પણ છે. તેલંગાણામાંથી કુલ 7 લોકો રાજ્યસભામાં ચૂંટાય છે જ્યારે લોકસભાની 17 બેઠકો આવેલી છે.