બિગ બોસ કન્નડ હોસ્ટ સાઉથનો સુપરસ્ટાર અને બોલિવુડના વિલનનો આવો છે પરિવાર
અભિનેતા કિચ્ચા સુદીપ સુદીપ સતત ચર્ચામાં રહે છે,બિગ બોસ કન્નડ હોસ્ટ અને સાઉથનો સુપરસ્ટાર કિચ્ચા સુદીપના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.કિચ્ચા સુદીપ વર્ષ 2000માં બેંગ્લોરમાં પ્રિયા રાધાકૃષ્ણને મળ્યો હતો. અહીથી લવસ્ટોરી શરુ થઈ હતી.

કિચ્ચા સુદીપ એક ફેમસ સાઉથ અભિનેતા છે. કન્નડ ફિલ્મોમાં હીરોની ભૂમિકા ભજવતો આ અભિનેતા ઘણીવાર હિન્દી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવતો જોવા મળે છે. પરંતુ રિયલ લાઈફમાં કિચ્ચા સુદીપનું કામ કોઈ હીરોથી ઓછું નથી.તો આજે આપણે કિચ્ચા સુદીપના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

કિચ્ચા સુદીપના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

કિચ્ચા સુદીપનો જન્મ 2 સપ્ટેમ્બર 1971ના રોજ કર્ણાટકના શિમોગા જિલ્લાના શિમોગામાં સંજીવ મંજપ્પા અને સરોજાના ઘરે થયો હતો. કિચ્ચા સુદીપ એન્જિનિયર બનવા માંગતો હતો, અભિનેતા બની ગયો.

તેમણે બેંગ્લોરની દયાનંદ સાગર કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.તેમણે અંડર-17 ક્રિકેટમાં કોલેજનું પ્રતિનિધિત્વ કર્યું હતુ.કિચ્ચા સુદીપએ મુંબઈની રોશન તનેજા સ્કૂલ ઓફ એક્ટિંગમાં અભ્યાસ કર્યો છે.

અભિનેતા કિચ્ચા સુદીપ પોતાનો જન્મદિવસ 2 સપ્ટેમ્બરના રોજ સેલિબ્રેટ કરે છે, જે કન્નડ સિનેમાના સૌથી મોટા નામોમાંના એક છે. તેમનું પૂરું નામ સુદીપ સંજીવ છે, અને તેઓ અભિનેતા, દિગ્દર્શક, ફિલ્મ નિર્માતા અને ટેલિવિઝન એન્કર સહિત ઘણી અન્ય ભૂમિકાઓ ભજવે છે.

તેમણે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સુદીપા કર્ણાટક બુલડોઝર્સ ક્રિકેટ ટીમની કેપ્ટન છે જે સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં ભાગ લે છે.કિચ્ચા સુદીપની કુલ સંપત્તિ 125-150કરોડ રૂપિયા છે. કન્નડ ફિલ્મોમાં વધારે ચાર્જ લેનાર અભિનેતા છે.

કિચ્ચા સુદીપ તેમના સામાજિક કાર્ય માટે જાણીતો છે અને તેમને મોંઘી કાર, ઘડિયાળો અને પ્રાઈવેટ જેટનો શોખ છે. તેમનો વૈભવી બંગલો અને લક્ઝરી લાઈફસ્ટાઈલ તેમની સફળતાનું પ્રતીક છે.

અભિનેતાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, લોકો તેમની પૂજા કરે છે. કિચા સુદીપે કહ્યું હતું કેટલાક લોકો એવા છે જેમણે મારા નામે મંદિર બનાવ્યું છે, તેઓ મારી મૂર્તિ તેમના ઘરમાં રાખે છે અને તેની પૂજા કરે છે.

બોલિવૂડમાં સલમાન ખાન સાથે તેની ખાસ મિત્રતા છે.તેમણે સલમાન ખાન અને અમિતાભ બચ્ચન જેવા કલાકારો સાથે કામ કર્યું છે.કિચ્ચા સુદીપ 'બિગ બોસ કન્નડ' હોસ્ટ કરે છે. કિચ્ચા સુદીપે 'દબંગ 3' માટે કોઈ ફી લીધી ન હતી.કન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપ નવરાત્રી દરમિયાન ચટાઈ પર સૂવે છે અને તહેવારના નવ દિવસોમાં ફક્ત એક જ વાર જમે છે.

સલમાને કિચ્ચા સુદીપને 1.5 કરોડ રૂપિયાની લક્ઝરી કાર પણ ભેટમાં આપી હતી.2013માં, કિચ્ચા સુદીપે સ્ટેજ 360 ડિગ્રી નામની એક ઇવેન્ટ કંપની પણ શરૂ કરી છે.

પર્સનલ લાઈફની વાત કરીએ તો, કિચ્ચા સુદીપની પત્નીનું નામ પ્રિયા રાધાકૃષ્ણ છે. તેમના લગ્ન 2001માં થયા હતા. કિચ્ચાને એક પુત્રી છે જેનું નામ સાનવી છે.

કિચ્ચા સુદીપ અને પત્ની પ્રિયા 2015માં અલગ થઈ ગયા, પરંતુ પછીથી બંને બધા મતભેદો ભૂલી ગયા અને નવેસરથી શરૂઆત કરી છે.

કિચ્ચા સુદીપ ભલે વિવાદોમાં રહેતા હોય, પરંતુ તે ચેરિટી કાર્ય પણ કરે છે. તેમની પાસે કિચ્ચા સુદીપ ચેરિટેબલ ટ્રસ્ટ નામની એક સંસ્થા છે. કિચ્ચા સુદીપની આ સંસ્થા ગરીબ બાળકોને સ્કૂલ યુનિફોર્મથી લઈને શિષ્યવૃત્તિ સુધી બધું જ પૂરું પાડે છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
