AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : માણસોના બ્લડ બેગમાં બકરીનું લોહી! DCAની રેડમાં મોટુ કૌભાંડ ઝડપાયુ, જાણો શું છે સમગ્ર મામલો

જાનકારી અનુસાર અધિકારીઓએ હૈદરાબાદ પોલીસ અને ડ્રગ કન્ટ્રોલ અધિકારીઓ સાથે મળીને ગુપ્ત માહિતીના આધાર પર આ રેડ કરી હતી. અધિકારીઓ અહીં માનવ ઉપયોગ માટે બનાવાયેલા બ્લડ બેગમાં પ્રાણીઓનું રક્ત ભરેલું જોઈ ચોંકી ગયા.

Breaking News : માણસોના બ્લડ બેગમાં બકરીનું લોહી! DCAની રેડમાં મોટુ કૌભાંડ ઝડપાયુ, જાણો શું છે સમગ્ર મામલો
Image Credit source: AI
| Updated on: Jan 14, 2026 | 2:54 PM
Share

તેલંગાણાના હૈદરાબાદમાં એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. અહીં કાર્ચિપુડા વિસ્તારમાં એક ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ફર્મ પર રેડ દરમિયાન એવું કંઈક મળી આવ્યું છે, જેને જોઈ અધિકારીઓ ચોંકી ગયા છે. જાણકારી અનુસાર અહીં ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન (DCA)ની રેડમાં અધિકારીઓને લગભગ 1,000 લીટર જાનવરોનું રકત મળ્યું. આ રકત પશુઓ અને બકરીઓમાંથી ગેરકાયદેસર રીતે એકઠુ કરાયું હતું અને માનવોના રકત રાખવા માટે બનાવાયેલ બ્લડ બેગમાં પેક કરવામાં આવ્યું હતું.

Wion સમાચારની એક રિપોર્ટ મુજબ, સેન્ટ્રલ ડ્રગ કંટ્રોલ અધિકારીઓએ હૈદરાબાદ પોલીસ અને રાજ્યના ડ્રગ કંટ્રોલ અધિકારીઓ સાથે મળી ગુપ્ત માહિતીના આધારે આ રેડ કરી હતી. આ દરમિયાન તેમણે માનવીઓ માટેના ઉપયોગ માટે તૈયાર કરાયેલા બ્લડ બેગમાં જાનવરોનું લોહી ભરેલું જોઈને સિનિયર અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

રેડ દરમીયાન શું મળ્યું

બકરીના લોહી સિવાય, પરિસરમાં લોહી પેકેજિંગમાં ઉપયોગ થતી કેટલીક આધુનિક મશીનો પણ મળી. રેડ ટીમને એક ઓટોક્લેવ મશીન, એક લેમિનાર એર ફ્લો યુનિટ, 110 ભરેલા બ્લડ બેગ અને લગભગ 60 ખાલી બ્લડ બેગો મળી. ડ્રગ કંટ્રોલ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તેનો ઉપયોગ ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલ, એક્સપેરિમેન્ટ અથવા લેબ ટેસ્ટ માટે કલર મીડિયા તૈયાર કરવા માટે થઈ શકે છે. ફર્મનો માલિક હાલ ફરાર છે.

શું કાર્યવાહી ચાલી રહી છે?

આ મામલો મેડિકલ સપ્લાઈ ચેઇનમાં સંભવિત ખામીઓ તરફ ઈશારો કરે છે. એજન્સીઓ કહે છે કે દોષીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને આવી ઘટનાઓ અટકાવવા માટે દેખરેખ વધારવામાં આવશે. હાલમાં, જપ્ત સામગ્રી ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. આ ઘટના સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આરોગ્ય સંબંધિત ગુનાઓમાં બેદરકારીની કોઇ જગ્યાઓ રહી શકતી નથી.

શરીરની શક્તિ વધારવા માટે મગના લાડુ ખાવો!, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
g clip-path="url(#clip0_868_265)">