Viral Video: રેલવે ટ્રેક પર મહિલાએ ચલાવેલી કારથી હડકંપ, 15 ટ્રેન ડાયવર્ટ, “મેરે હાથ ખોલો”ની બૂમો પાડી
Train Viral Video: તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં રેલવે ટ્રેક પર એક મહિલા કાર ચલાવતી હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાથી રેલવે વિભાગને ઘણી મુશ્કેલી પડી હતી, જેના કારણે ઘણી ટ્રેનોને સ્થગિત કરવી પડી હતી અથવા ડાયવર્ટ કરવી પડી હતી. વાયરલ વીડિયોમાં મહિલા ટ્રેક પર કાર ચલાવતી જોઈ શકાય છે અને લોકો તેને કારમાંથી બહાર કાઢવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં રેલવે ટ્રેક પર ઉત્તર પ્રદેશની એક મહિલા કાર ચલાવતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાથી રેલવે વિભાગને ઘણી મુશ્કેલી પડી હતી. જેના કારણે ઘણી ટ્રેનોને સ્થગિત કરવી પડી હતી અને ડાયવર્ટ કરવી પડી હતી.
રેલવે ટ્રેક પર કાર ચલાવતી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના શંકરપલ્લી નજીક બની હતી. આ 13 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા રેલવે ટ્રેક પર KIA સોનેટ કાર ચલાવી રહી છે.
મહિલાને કારમાંથી બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી
આ કેસ સાથે જોડાયેલો બીજો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્થાનિક રહેવાસીઓ, રેલવે કર્મચારીઓ અને પોલીસ મહિલાને કારમાંથી બહાર કાઢવા માટે સંઘર્ષ કરતા જોઈ શકાય છે.
મહિલાને કારમાંથી બહાર કાઢવામાં આવી
મહિલાનો બીજો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ટોળા દ્વારા હાથ બાંધીને તેને કારમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. વીડિયોમાં મહિલા હિન્દીમાં બૂમો પાડતી પણ જોવા મળી રહી છે, ‘મેરે હાથ ખોલો’.
એક મીડિયાના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, જ્યારે મહિલા રેલવે ટ્રેક પર ગાડી ચલાવી રહી હતી, ત્યારે ઘણા રેલવે કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ કાર પાછળ દોડ્યા અને પછી તેને રોકવામાં સફળ રહ્યા. મહિલાને કારમાંથી બહાર કાઢવા માટે 20 લોકો લાગ્યા અને મહિલા સહયોગ આપી રહી ન હતી.
જુઓ વાયરલ વીડિયો…..
Breaking
A lady drove her car on Railway track causing halting of trains. Incident happened near #Shankarpally ,Telangana. pic.twitter.com/ZrPmDAWe3u
— Che_Krishna❤️ (@CheKrishnaCk_) June 26, 2025
(Credit Source: @CheKrishnaCk_)
રેલવે પોલીસ અધિક્ષકે શું કહ્યું?
રેલવે પોલીસ અધિક્ષક (એસપી) ચંદના દીપ્તિએ જણાવ્યું હતું કે, મહિલા આક્રમક હતી અને માનસિક રીતે અસ્વસ્થ જણાતી હતી. તેમણે કહ્યું હતું કે, “આ કેસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતી હતી. તે ઉત્તર પ્રદેશની રહેવાસી છે”.
રેલવે પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે અમે વાહનમાંથી તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાન કાર્ડ જપ્ત કર્યા છે. એસપીએ કહ્યું હતું કે મહિલા આત્મહત્યા કરવાની યોજના બનાવી રહી હતી કે કેમ તે શોધવાનો પ્રયાસ ચાલુ છે.
કેટલી ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી?
રેલવે સૂત્રોએ જણાવ્યું હતું કે બેંગલુરુ-હૈદરાબાદ ટ્રેન સહિત ઓછામાં ઓછી 10 થી 15 ટ્રેનોને સાવચેતીના પગલા તરીકે ડાયવર્ટ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.