રેલવેએ આપી દિવાળી ભેટ, 12,000 દિવાળી સ્પેશિયલ ટ્રેન મુકાશે, કન્ફર્મ ટિકિટ અને ભાડામાં છૂટ
Diwali Special Trais 2025: દિવાળી દરમિયાન મુસાફરોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને રેલવેએ આ વર્ષે 12,000 વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આમાં ચાર નવી અમૃત ભારત ટ્રેનોનો સમાવેશ થશે. મુસાફરોને ઓક્ટોબરમાં કન્ફર્મ ટિકિટ યોજના અને નવેમ્બર અને ડિસેમ્બરમાં 20% ભાડામાં છૂટ પણ મળશે.

દિવાળી જેવા મુખ્ય તહેવારો દરમિયાન બિહાર અને ઉત્તર ભારતમાંથી મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરે છે. તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે રેલવે આ વર્ષે 12,000 વિશેષ ટ્રેનો ચલાવશે.

અમૃત ભારત ટ્રેનોનો પ્રારંભ: રેલવે મંત્રીએ જાહેરાત કરી કે ભીડનું મેનેજમેન્ટ કરવા અને મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે ચાર નવી અમૃત ભારત ટ્રેનો શરૂ કરવામાં આવશે. આમાં દિલ્હી-ગયા, સહરસા-અમૃતસર, છાપરા-દિલ્હી અને મુઝફ્ફરપુર-હૈદરાબાદ રૂટનો સમાવેશ થાય છે. આ ટ્રેનો ખાસ કરીને સામાન્ય વર્ગના મુસાફરો માટે રાહત પૂરી પાડશે.

ટિકિટ અને ભાડા પર ખાસ ઓફર: રેલવે મંત્રીએ તહેવારોની મોસમ માટે બે મુખ્ય સુવિધાની જાહેરાત કરી છે.

પ્રથમ, 13 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી મુસાફરી કરનારા મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળશે. બીજું, 17 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી રિટર્ન ભાડા પર 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

10,000 ટ્રેનો માટે નોટિફિકેશન જાહેર: વૈષ્ણવે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 10,000 ખાસ ટ્રેનો માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા છે. આમાંથી 150 ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ હશે અને છેલ્લી ઘડીએ ચલાવવામાં આવશે. તે 1 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ચાલશે.

ગયા વર્ષ કરતાં વધુ તૈયારીઓ: જ્યારે ગયા વર્ષે 7,500 ખાસ ટ્રેનો ચલાવવામાં આવી હતી ત્યારે આ વખતે સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, રેલવેનો ધ્યેય દરેક મુસાફરને સમયસર અને આરામથી તેમના ગંતવ્ય સ્થાને પહોંચવાનો છે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
