શાહબાઝ શરીફ
શાહબાઝ શરીફ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના પ્રમુખ છે. શાહબાઝ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે. તેમની રાજકીય કારકિર્દીમાં, તેમણે ત્રણ વખત પાકિસ્તાનના પંજાબના મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હત. તેઓ પંજાબના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા મુખ્ય પ્રધાન બન્યા હતા. શાહબાઝ 1988માં પંજાબની પ્રાંતીય એસેમ્બલી માટે અને 1990માં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી માટે ચૂંટાયા હતા.
1993માં શાહબાઝ શરીફ ફરીથી પંજાબ એસેમ્બલીમાં ચૂંટાયા અને વિપક્ષના નેતા બન્યા. ત્યારબાદ 20 ફેબ્રુઆરી 1997ના રોજ, તેઓ પ્રથમ વખત પાકિસ્તાનના સૌથી વધુ વસ્તી ધરાવતા પંજાબના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. તેઓ 2007માં પાકિસ્તાન પરત ફર્યા અને 2008માં ફરી પંજાબના સીએમ બન્યા.
પનામા પેપર્સ કેસમાં તેમના ભાઈ નવાઝ શરીફને આ પદ સંભાળવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા બાદ શાહબાઝનું નામ પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના પ્રમુખ તરીકે રાખવામાં આવ્યું હતું. 2018ની ચૂંટણી બાદ તેઓ વિપક્ષના નેતા બન્યા. 2022 ના પાકિસ્તાની રાજકીય સંકટ વચ્ચે, ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પછી નેશનલ એસેમ્બલી દ્વારા તેમને વડા પ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા હતા.