પાકિસ્તાનના જૂઠાણાંનો પર્દાફાશ, હુમલાના સાત દિવસ બાદ શાહબાઝે સ્વીકાર્યું – જુઓ Video
પાકિસ્તાની સરકાર અને સેનાએ ભારતના હુમલાથી કોઈ વિશેષ નુકસાન થયું ન હોવાનો દાવો કર્યો હતો પણ હવે હુમલાના સાત દિવસ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે સ્વીકાર્યું છે કે, ભારતના મિસાઇલ હુમલાઓમાં પાકિસ્તાનને ગંભીર નુકસાન થયું છે.
અત્યાર સુધી પાકિસ્તાની સરકાર અને સેનાએ ભારતના હુમલાથી કોઈ વિશેષ નુકસાન થયું ન હોવાનો દાવો કર્યો હતો પણ હવે હુમલાના સાત દિવસ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સ્વીકાર્યું છે કે, ભારતના મિસાઇલ હુમલાઓમાં પાકિસ્તાનને ગંભીર નુકસાન થયું છે.
શાહબાઝ શરીફે જણાવ્યું કે, 9-10 મેની રાત્રે ભારતે નૂર ખાન એરબેઝ સહિત અનેક મહત્વના લક્ષ્યો પર બેલેસ્ટિક મિસાઇલથી આક્રમણ કર્યું હતું. આ એરબેઝ ઇસ્લામાબાદથી માત્ર 10 કિમી દૂર આવેલું છે અને VIP ટ્રાન્સપોર્ટ, એર રિફ્યુઅલિંગ તેમજ ટ્રાન્સપોર્ટ સ્ક્વોડ્રન માટે મહત્વપૂર્ણ છે.
ભારતના “ઓપરેશન સિંદૂર” હેઠળ કરવામાં આવેલા આ હુમલાઓમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ, રડાર સ્ટેશન અને 11 જેટલા એરબેઝને નિશાન બનાવીને નાશ કરવામાં આવ્યા હતા. ભારતની તમામ મિસાઇલ ટાર્ગેટ પર સચોટ રીતે લાગી, જ્યારે પાકિસ્તાન દ્વારા છોડાયેલી તમામ મિસાઇલ હવામાં જ નષ્ટ થઈ ગઈ હતી.
ન્યૂયોર્ક ટાઈમ્સ સહિતના આંતરરાષ્ટ્રીય અહેવાલો અને સેટેલાઇટ ઈમેજ અનુસાર પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. ભારતે બ્રહ્મોસ મિસાઇલના પ્રહારથી પાકિસ્તાનમાં હાહાકાર મચાવી દીધો હતો.
ભારતના ઓપરેશન સિંદૂરના 7 દિવસ બાદ જ પાકિસ્તાનનો પર્દાફાશ થઇ ગયો છે. ભારતના હુમલાથી 11થી વધુ એરબેઝ તબાહ થયા છે. ભારતના હુમલાના પુરાવાઓ અને સફળતાના ઉદાહરણો હવે આખા વિશ્વમાં ચર્ચાઇ રહ્યા છે. આ સમગ્ર ઘટનામાં ભારતના શૌર્ય અને વ્યૂહરચનાની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે.
‘જય હિન્દ જય ભારત’
“ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.