પાકિસ્તાનના PMને કાનમાં ઇયરફોન લગાવતા પડી ગયા ફાંફા, માગી મદદ, પુતિન ખડખડાટ હસ્યા, જુઓ Video
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ દરમિયાન પાકિસ્તાન અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત શરૂ થાય તે પહેલાં, પાકિસ્તાનના પીએમ શરીફને શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. તેમને હેડસેટ કેવી રીતે લગાવવો તે ખબર નહોતી, તેથી તેમને થોડા સમય માટે મુશ્કેલી પડી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

ચીનમાં થયેલી SCO સમિટ ઘણી ચર્ચામાં રહી છે. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ અને ટેરિફ જેવી ઘટનાઓ પછી અહીં જુદા જુદા દેશના વડા એકત્ર થયા હતા. જો કે આ વચ્ચે આ સમિટની એક વિચિત્ર ઘટના સામે આવી છે. પાકિસ્તાન અને તેના વડા પ્રધાન શાહબાઝ શરીફ શરમજનક પરિસ્થિતિમાં મુકાયા હતા. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન શરીફને હેડસેટ લગાવવામાં તકલીફ પડી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
જ્યારે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફને ઇયરફોન લગાવવામાં તકલીફ પડી રહી હતી, ત્યારે પુતિનના ચહેરા પર હળવું સ્મિત હતું. પુતિને શરીફને હાથમાં પકડીને હેડફોન કેવી રીતે લગાવવા તે શીખવવાનો પણ પ્રયાસ કર્યો. થોડા સમય પછી શરીફ તેમને યોગ્ય રીતે લગાવવામાં અસફળ રહ્યા. પછી તેમણે મદદ માગી અને જેમ તેમ કરી ઇયરફોન લગાવ્યા તો તે થોડી જ સેકન્ડમાં ફરી નીકળી ગયા. આ જોઇને પુતિન હસવા લાગ્યા.જે પછી શાહબાઝ શરીફે ફરીથી ઇયરફોન લગાવ્યા.
જુઓ તાજેતરનો વીડિયો
મહત્વનું છે કે વર્ષ 2022 માં વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત દરમિયાન શાહબાઝ શરીફને આવી જ શરમજનક ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે પણ શરીફને ઇયરફોન પહેરવામાં તકલીફ પડી હતી. આ જ ઘટના ફરીથી પુનરાવર્તિત થઈ છે.
ઘટનાનો વીડિયો દર્શાવતી પાછલી પોસ્ટ
Chalti phirti Embarrassment pic.twitter.com/m2FVnHhkjV
— Mazhar Ali (@mazhar5ali) September 15, 2022
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફ રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું ધ્યાન આકર્ષિત કરવા અને તેમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. શરીફ પુતિન સાથે હાથ મિલાવવા દોડ્યા હતા. સોશિયલ મીડિયા પર આ દ્રશ્યની ભારે ટીકા થઈ હતી.
આ જ SCO સમિટમાં, પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ પૃષ્ઠભૂમિમાં વિચિત્ર રીતે ઉભા હતા જ્યારે શી જિનપિંગ, વ્લાદિમીર પુતિન અને નરેન્દ્ર મોદી આરામથી બોલી રહ્યા હતા.
દેશની સાથે સાથે વિદેશના નાના મોટા મહત્વના તમામ સમાચાર જાણવા માટે આપ અહિંયા ક્લિક કરો
