Breaking News: રાજસ્થાનના કાશ્મીર કહેવાતા માઉન્ટ આબુમાં લોકોએ માણી સ્નોફોલની મજા, ઠંડીનો પારો માઈનસમાં જતા ચારેકોર છવાઈ બરફની ચાદર
માઉન્ટ આબુ સાથે અરવલ્લી પર્વતમાળાનો સૌથી ઊંચો શિખર ગણાતો ગુરુશિખર પણ બરફીલા વાતાવરણથી ઢંકાઈ ગયો છે. માઇનસ તાપમાનના કારણે અનેક વિસ્તારોમાં બરફની પાતળી ચાદર છવાઈ હોવાનું દૃશ્ય જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યોને માણવા માટે દેશના વિવિધ ભાગોમાંથી હજારો પર્યટકો માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે.
રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન અને ‘રાજસ્થાનનું કાશ્મીર’ તરીકે ઓળખાતું માઉન્ટ આબુ હાલ કાતિલ ઠંડીની ચપેટમાં છે. એક જ દિવસમાં તાપમાનમાં આશરે 10 ડિગ્રીનો અચાનક ઘટાડો નોંધાયો છે. જેના કારણે માઉન્ટ આબુનું તાપમાન માઇનસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ઠંડી વધતા જ સમગ્ર વિસ્તારમાં શિયાળાની અસર વધુ તેજ બની છે.
ગુરુશિખર પણ બરફીલા વાતાવરણથી ઢંકાઈ ગયો
માઉન્ટ આબુ સાથે અરવલ્લી પર્વતમાળાનો સૌથી ઊંચો શિખર ગણાતો ગુરુશિખર પણ બરફીલા વાતાવરણથી ઢંકાઈ ગયો છે. માઇનસ તાપમાનના કારણે અનેક વિસ્તારોમાં બરફની પાતળી ચાદર છવાઈ હોવાનું દૃશ્ય જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યોને માણવા માટે દેશના વિવિધ ભાગોમાંથી હજારો પર્યટકો માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે.
ઠંડીના કારણે સ્થાનિક જનજીવન પ્રભાવિત
પર્યટકો માટે આ બરફીલો માહોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, પરંતુ બીજી તરફ કાતિલ ઠંડીના કારણે સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે. વહેલી સવાર અને રાત્રિના સમયે ઠંડી વધુ અનુભવાતી હોવાથી લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. ઠંડી વધતા તંત્ર દ્વારા પણ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો