AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદેશી મહિલાએ બાઈક પર જઈ રહેલા યુવકો પાસે લિફ્ટ માગી અને બંને યુવકોએ જે કર્યુ તે તેના સંસ્કાર બતાવે છે- જુઓ Video

ગૌરી મેમ જોઈને કેટલાક ભારતીયો અજીબ પ્રકારનું વર્તન કરતા હોય છે પરંતુ હાલ જે વાયરલ વીડિયો સામે આવ્યો છે તે રાજસ્થાનનો છે. જેમા બે યુવકો એક વિદેશી મહિલાને સ્પેલન્ડર પર લઈ જાય છે અને તેમનો 'જેન્ટલમેન' સ્વભાવ બતાવે છે. 

વિદેશી મહિલાએ બાઈક પર જઈ રહેલા યુવકો પાસે લિફ્ટ માગી અને બંને યુવકોએ જે કર્યુ તે તેના સંસ્કાર બતાવે છે- જુઓ Video
| Updated on: Jan 22, 2026 | 5:08 PM
Share

અતિથિ દેવો ભવ: ની સંસ્કૃતિને વરેલા આપણો દેશ હંમેશા ભારત ફરવા આવતા વિદેશીઓનું સન્મામ કરે છે. હાં કેટલાક અપવાદ જરૂર સામે આવે છે પરંતુ મોટાભાગના ભારતીયો ક્યારેય પણ કોઈપણ વિદેશીને નુકસાન પહોંચાડવાનું વિચારતા નથી. ઈન્ટરનેટ પર અન્ના બકલર નામની એક યુઝરે વીડિયો પોસ્ટ કર્યો છે જેમા તે સ્પેલન્ડર લઈને જઈ રહેલા બે યુવકો પાસે મંદિર જવા માટે લિફ્ટ માગતી જોવા મળે છે.

લિફ્ટ અને સીટ બંને આપ્યા

જ્યારે અન્ના બકલર મંદ્ર જવા માટે રોડ પર લિફ્ટ માગી રહી હોય છે ત્યારે જ બે યુવકો સ્પેલન્ડર બાઈક લઈને ત્યાંથી પસાર થતા દેખાય છે. તેમને જોઈને તે તુરંત પૂછે છે કે શું તમે મને મંદિર સુધી લિફ્ટ આપી શકશો? બાઈકસવારે તુરંત તેમની બાઈક તેમના તરફ વાળી અને તેમને બેસવા માટે પર્યાપ્ત જગ્યા કરી દીધી. આપને જણાવી દઈએ કે સ્પેલન્ડર પર પહેલેથી બે યુવકો સવાર હતા. છતા તેમણે મહિલાને લીફ્ટ આપી અને તેમનો જેન્ટલમેન સ્વભાવ પણ દર્શાવ્યો. મહિલા સાથે કોઈ જ પ્રકારનું અણછાજતુ વર્તન ન કર્યુ અને તે વ્યવસ્થિત બેસી શકે તેટલી જગ્યા પણ કરી દીધી, જે બાદ રસ્તામાં આવતા પૌરાણિક સૂર્ય મંદિરે મહિલાને ડ્રોપ કરી.

એકલી હોવા છતા લીધુ રિસ્ક

ભારતમાં એકલી હોવા છતા મહિલા 2 યુવકોની બાઈક પર બેસવાનું રિસ્ક લે છે. ગલતા ઘાટી, જયપુરમાં સ્થિત ભગવાન સૂર્ય નારાયણના પ્રાચીન મંદિરે પહોંચી વિદેશી મહિલા મંદિરે દર્શન રે છે અને બહાર નીકળી ત્યાં ફરી રહેલી અન્ય મહિલાઓ સાથે વાત કરે છે અને તેમા જ તેની 40 સેકન્ડ પસાર થઈ જાય છે.

રાજસ્થાનના જયપુરના પ્રવાસે મહિલા

અન્ના બકલર (@goingannawhere) એ ઈન્સ્ટાગ્રામ પર Reel ને શેર કરી.હાલ તેની આ રીલ વાયરલ થઈ ગઈ છે અને 18.5 હજાર યુઝર્સે તેને લાઈક કરી છે. જ્યારે 4.5 લાખથી વધુ વાર તેને જોવામાં આવી છે. ઈન્સ્ટા પર અન્નાના નજીકના 24 હજારથી વધુ ફોલોવર્સ છે, જે સોશ્યિલ મીડિયા પર ઘણા સક્રિય હોય છે.

ફરી આવુ ન કરતા

दोबारा ऐसा मत करना

વિદેશી મહિલાના લિફ્ટ લેવાને લઈને યુઝર્સ તેને કમેન્ટ સેક્શનમાં ચેતવતા પણ જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે આવુ ફરી ન કરતા. આ રીલના કમેન્ટ સેક્શનમાં 240થી ઉપર રિએક્શન આવ્યા છે. પરંતુ ઉપરની 4 કમેન્ટ્સને ઘણી લાઈક કરવામાં આવી છે.

  • પહેલી કમેન્ટ: ભારત સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, ચિંતા ન કરો.
  • બીજી કમેન્ટ: ભારત 99% સેફ છે.
  • ત્રીજી કમેન્ટ: એ બંને યુવકો ઘણા ભલા અને વિનમ્ર સ્વભાવના જેન્ટલમેન છે. પરંતુ કૃપા કરી આવા અજાણયાઓ સાથે એકલા જવાથી બચો
  • ચોથા કમેન્ટ: મંદિરમાં મંત્રોચ્ચાર કરનારા વ્યવક્તિની અવાજ મનને શાતા આપે છે.

ટ્રમ્પના પગતળેથી જમીન સરકી જશે, જો ભારત- ચીન અને રશિયા સાથે મળીને, કરી લેશે આ કામ

g clip-path="url(#clip0_868_265)">