AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :બુટલેગરોનો નવો ખેલ! રાજસ્થાનથી બનાસકાંઠા સુધી ફેલાયેલો બુટલેગર ગેંગનો ખતરનાક પ્લાન ખુલ્લો

રાજકોટમાં 120 કિલો ચાંદી ચોરી કેસમાં નવા ખુલાસા થયા છે. રાજસ્થાન અને બનાસકાંઠાના બુટલેગર્સ દ્વારા આ ચોરીનો પ્લાન બનાવાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે ચોરીમાં વપરાયેલી કાર અને 31 કિલો ચાંદી જપ્ત કરી છે. જેલમાં બંધ બુટલેગર ધરમસિંગની કાર ચોરીમાં ઉપયોગમાં લેવાઈ હતી.

Breaking News :બુટલેગરોનો નવો ખેલ! રાજસ્થાનથી બનાસકાંઠા સુધી ફેલાયેલો બુટલેગર ગેંગનો ખતરનાક પ્લાન ખુલ્લો
breaking news shocking revelations in rajkot silver theft case masterplan revealed
| Updated on: Feb 10, 2026 | 10:53 AM
Share

રાજકોટના રણછોડનગર વિસ્તારમાં આવેલી શેરી નંબર–1માં આવેલ એક ચાંદીના કારખાનામાંથી થયેલી 120 કિલો ચાંદીના દાગીનાની ચોરી હવે જાણે કોઈ ક્રાઈમ થ્રિલર ફિલ્મ જેવી બની ગઈ છે. શરૂઆતમાં સામાન્ય લાગતો આ ગુનો પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ સાથે-સાથે એવો વળાંક લેતો ગયો કે હવે તેમાં રાજસ્થાનથી લઈને બનાસકાંઠા સુધી ફેલાયેલું મોટું ષડયંત્ર સામે આવી રહ્યું છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ચોરી કોઈ એકલદોકલ વ્યક્તિનું કામ નહોતું, પરંતુ બુટલેગર્સના ગોઠવાયેલા નેટવર્ક દ્વારા રચાયેલો સંપૂર્ણ પ્લાન હતો. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી એક કાર જપ્ત કરી છે, જે આ કેસમાં મહત્વપૂર્ણ કડી બની છે. તપાસમાં જાણવા મળ્યું કે આ કાર રાજસ્થાનના કુખ્યાત બુટલેગર ધરમસિંગની છે, જે હાલ જેલવાસ ભોગવી રહ્યો છે. જેલમાં હોવા છતાં ધરમસિંગે પોતાની કાર બોટાદના બુટલેગર રાજુ ભોજકને આપી હતી.

આ પછી કાર ચોરી માટે દાંતીવાડાના એક શખ્સને સોંપવામાં આવી. ચોરી બાદ “કમિશન” તરીકે રાજુ ભોજકને 31 કિલો ચાંદી મળવાની સોદાબાજી થઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે આ કાર સાથે 31 કિલો ચાંદીનો જથ્થો પણ જપ્ત કરી લીધો છે, જે પોલીસ માટે મોટી સફળતા ગણાઈ રહી છે.

આ કેસમાં અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ સક્રિય બની હતી. ગત રવિવારે અમદાવાદમાંથી એક શખ્સને 40 કિલો ચાંદીના જથ્થા સાથે ઝડપી લેવાયો હતો. આરોપીઓની પૂછપરછ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ચોરી પાછળના ચહેરાઓ એક પછી એક સામે આવી રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતા ચાર શખ્સો સિવાય પણ અન્ય લોકોની સંડોવણી હોવાની પોલીસને મજબૂત શંકા છે.

હાલમાં ક્રાઈમ બ્રાન્ચ જપ્ત કરાયેલી ચાંદી અને કારના આધારે વધુ કડીઓ જોડવાની કામગીરીમાં લાગી છે. પોલીસનો દાવો છે કે આગામી દિવસોમાં વધુ આરોપીઓ ઝડપાઈ શકે છે અને આ સમગ્ર ષડયંત્રના મૂળ સુધી પહોંચવામાં આવશે.

આ ઘટના માત્ર એક મોટી ચોરી નથી, પરંતુ ચાંદીના કારખાનાઓ અને દુકાનો માટે ચેતવણી પણ છે કે સુરક્ષા વ્યવસ્થાની ગંભીર સમીક્ષા હવે સમયની જરૂરિયાત બની ગઈ છે.

Input Credit: Mohit Bhatt

રેલવે ટ્રેક પર 10 સિંહ! એક સેકન્ડ મોડું પડ્યું હોત તો… આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">