AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DRDOની ‘યુક્તિ’ અને સેનાની ‘શક્તિ’નો ખતરનાક સમન્વય! તેજસ અને બ્રહ્મોસના આખરી પ્રહાર સામે પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું પાકિસ્તાન!

DRDOની ‘યુક્તિ’ અને સેનાની ‘શક્તિ’નો ખતરનાક સમન્વય! તેજસ અને બ્રહ્મોસના આખરી પ્રહાર સામે પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું પાકિસ્તાન!

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2026 | 9:36 PM
Share

મે 2025માં યોજાયેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતે પોતાની સૈન્ય સર્વોપરિતા સાબિત કરી છે. તેજસ ફાઈટર જેટ્સ, બ્રહ્મોસ મિસાઈલ અને DRDOના આધુનિક ડ્રોન સિસ્ટમની મદદથી ભારતીય સેનાએ પાકિસ્તાની સૈન્ય માળખા અને આતંકી ઠેકાણાઓની કમર તોડી નાખી છે.

ભારત હવે યુદ્ધના મેદાનમાં ‘ટેકનોલોજીકલ સુપરપાવર’ તરીકે ઉભરી આવ્યું છે. ઇતિહાસ સાક્ષી છે કે ભારત ક્યારેય સામે ચાલીને યુદ્ધ નથી કરતું, પરંતુ જ્યારે યુદ્ધ થોપવામાં આવે ત્યારે દુશ્મનનો નકશો બદલવાની તાકાત રાખે છે. ‘ઓપરેશન સિંદૂર’ એ ભારતની એ જ સૈન્ય તાકાતનું પ્રદર્શન છે, જ્યાં સ્વદેશી શક્તિનો પરચો દુનિયાએ જોયો છે.

તેજસ અને બ્રહ્મોસનો ઘાતક પ્રહાર

મે 2025ના આ ઓપરેશનમાં ભારતનું ગૌરવ એવું ‘તેજસ’ ફાઇટર જેટ પાકિસ્તાનના JF-17 પર ભારે પડ્યું હતું. 4.5 જનરેશનનું આ મલ્ટીરોલ જેટ અદ્યતન રડાર સિસ્ટમથી સજ્જ છે જે દુશ્મનના એકસાથે ચાર ટાર્ગેટ લોક કરી શકે છે. સાથોસાથ, 3 મેકની ઝડપે લક્ષ્યને ભેદતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલે આકાશમાં ભારતની ઢાલ બનીને આતંકી કેમ્પોનો સફાયો કર્યો હતો.

DRDOના ડ્રોન્સ: આધુનિક યુદ્ધના નવા હથિયાર

આ ઓપરેશનની સૌથી મોટી સફળતા DRDO ના ‘તપસ’ અને ‘રુસ્તમ’ ડ્રોન્સ રહ્યા. આ ડ્રોન્સે હજારો ફૂટની ઊંચાઈએથી રાતના અંધારામાં પણ દુશ્મનોના છુપા ઠેકાણાઓની સચોટ માહિતી પૂરી પાડી હતી. સતત 24 થી 30 કલાક હવામાં રહેવાની ક્ષમતા ધરાવતા આ ડ્રોન્સને કારણે ભારતીય સેનાએ કોઈ પણ જાનહાનિ વિના પોતાના લક્ષ્યોને પાર પાડ્યા હતા.

ઓપરેશન સિંદૂર એ માત્ર વિજય નથી, પરંતુ આત્મનિર્ભર ભારતની ટેકનોલોજી અને સેનાના અતૂટ મનોબળનું જીવંત પ્રમાણ છે.

રસ્તામાં મળેલી નોટ કે સિક્કો ઉઠાવવો જોઈએ કે નહીં? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર, આ સંકેતો ચમકાવી શકે છે તમારું ભાગ્ય!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">