જુનાગઢ માંગરોળના ભાજપના ધારાસભ્ય સામે ખેડૂત અને આપના કાર્યકરને અપશબ્દ કહેવાનો આરોપ, ધારાસભ્યે આરોપો નકાર્યા- Video
જુનાગઢના માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અપશબ્દો બોલવા બાબતે વિવાદમાં આવ્યા. પૂલના નિરીક્ષણ દરમિયાન ખેડૂતો અને AAP ના કાર્યકરને અપશબ્દો બોલ્યા હોવાનો તેમની સામે આરોપ લાગ્યો છે. જોકે ધારાસભ્યે તેમની સામે થઈ રહેલા આક્ષેપોને નકાર્યા છે.
જુનાગઢમાં માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા વિવાદમાં આવ્યા છે . ધારાસભ્ય કરગઠિયાએ સત્તાનો રૂઆબ રૌફ જાડવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સમસ્યાની રજૂઆત કરવા આવેલા ખેડૂતોને તેમણે અપશબ્દો કહ્યા. માળીયા હાટીનાના જામવાડી ગામના પુલના નિરીક્ષણ માટે ધારાસભ્ય ગયા હતા. ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ ખેડૂતોને અપશબ્દો કહીને અપમાનિત કર્યા. તેઓએ કહ્યું છે કે હું ધારાસભ્ય છું મારી સામે નહીં બોલવાનું. ધારાસભ્યએ અપશબ્દો કહેતા ખેડૂતો અને સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
જોકે, આ સમગ્ર વિવાદ મામલે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ આરોપો નકારતા તેમનો પક્ષ રાખ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ કોઈને અપશબ્દો બોલ્યા નથી. તેમની એક AAP કાર્યકર સાથે બોલાચાલી થઈ હતી, જે ગેરકાયદેસર પુલ તોડવાના મુદ્દે દલીલ કરી રહ્યા હતા. ધારાસભ્યના મતે, આ બોલાચાલી સામાન્ય હતી અને તેમના વિસ્તારમાં વપરાતા રૂટિન શબ્દો તેઓ બોલ્યા હતા. તેમણે કોઈને કોઈ ગાળ બોલી નથી. તેમણે ઉમેર્યું કે કલેક્ટરના આદેશથી ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સાથે તેઓ ત્યાં ગયા હતા.
સૌરાષ્ટ્રના દર્દીઓ માટે રાહતના સમાચાર, રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો સફળતાપૂર્વક પ્રારંભ- Video
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
