Breaking News : ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ, લોકોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાત સરકારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આવતીકાલથી રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ, ઉત્પાદન, ઉપયોગ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.
ગુજરાત સરકારે રાજ્યમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક ક્રાંતિકારી અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આવતીકાલથી ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર સહિત તમામ એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ પ્રતિબંધ ઉત્પાદન, વેચાણ, ઉપયોગ અને પરિવહન એમ તમામ પાસાઓને લાગુ પડશે.
મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારના આદેશ બાદ ગુરુવાર 06-08-2026 થી કોઈપણ વ્યક્તિ, દુકાનદાર કે વેપારી ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરનું વેચાણ, ઉત્પાદન કે પરિવહન કરી શકશે નહીં. આ નિર્ણય રેસ્ટોરન્ટ, હોટેલ, ડેરી પ્રોડક્ટના વિક્રેતાઓ અને મોલ સહિત તમામ વ્યાપારી સંસ્થાઓને લાગુ પડશે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા અટકાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે આ અગાઉ મહારાષ્ટ્ર સરકારે પણ આવા જ પ્રકારનો નિર્ણય લઈને એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે ગુજરાત સરકારે પણ આ દિશામાં આગળ વધીને નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે સક્રિયતા દાખવી છે. આ નિયમના ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. આ પગલું રાજ્યમાં ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન આપશે અને ગ્રાહકોને સુરક્ષિત ખોરાક પૂરો પાડવામાં મદદ કરશે.
120 કરોડના ટાઈડલ ડેમે સર્જ્યો વિવાદ! પૂર્ણા નદીનો માર્ગ બદલાતા ખેડૂતોમાં ભારે રોષ, જુઓ Video

