AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara Breaking News : વડોદરાના જાંબુઆ બ્રિજ પર મહાકાય મગરની લટાર ! કૌતુક સાથે ભયનો માહોલ, જુઓ વીડિયો!

વડોદરાના જાંબુઆ બ્રિજ પર મહાકાય મગર જોવા મળ્યો. સૌરાષ્ટ્રમાં જેમ સિંહોની લટારના દ્રશ્યો જોવા મળે છે તેવી જ રીતે વડોદરામાં ચોમાસા દરમિયાન દર વર્ષે મગરોની લટારના દ્રશ્યો સામે આવતા હોય છે. આવા દ્રશ્યો અગાઉ પણ અનેક વખત જોવા મળ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2026 | 12:38 PM
Share

વડોદરાના જાંબુઆ બ્રિજ પર મહાકાય મગર જોવા મળ્યો. સૌરાષ્ટ્રમાં જેમ સિંહોની લટારના દ્રશ્યો જોવા મળે છે તેવી જ રીતે વડોદરામાં ચોમાસા દરમિયાન દર વર્ષે મગરોની લટારના દ્રશ્યો સામે આવતા હોય છે. આવા દ્રશ્યો અગાઉ પણ અનેક વખત જોવા મળ્યા છે.

સૌરાષ્ટ્રમાં જેમ સિંહોની લટારના દ્રશ્યો જોવા મળે છે તેવી જ રીતે વડોદરામાં ચોમાસા દરમિયાન દર વર્ષે મગરોની લટારના દ્રશ્યો સામે આવતા હોય છે. આવા દ્રશ્યો અગાઉ પણ અનેક વખત જોવા મળ્યા છે. વડોદરાના જાંબુઆ બ્રિજ પર એક મહાકાય મગર ફરતો જોવા મળ્યો હતો. મગર બ્રિજ પર એવી રીતે લટાર મારી રહ્યો હતો, જાણે તે પોતાના જ વિસ્તારમાં ફરી રહ્યો હોય.

મગરને બ્રિજ પર લોકોની ભીડ

મગરને જોવા માટે બ્રિજ પર લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. લોકોમાં ઉત્સુકતા સાથે ભયનું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. કારણ કે આટલો મોટો મગર ગમે ત્યારે હુમલો કરી શકે છે. સાથે ગંભીર નુકસાન પણ પહોંચાડી શકે છે. મગર દેખાવાની જાણકારી મળતા જ તેને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવા માટે તંત્રને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો, લો જુઓ, ગુજરાત પરથી વાદળો ગાયબ..! બીજી તરફ ઉત્તરમાં ઘોડાપૂર – Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">