ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં વધારો, 24 કલાકમાં 28 સેમી પાણી વધ્યું, 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
સરદાર સરોવર ડેમમાં ગ્રોસ સ્ટોરેજ 7,498.80 MCM નોંધાયું છે, જે કુલ ક્ષમતાના 79.27 ટકા જેટલું છે. રાજ્યમાં વરસાદ અને ઉપરવાસમાંથી મળી રહેલી પાણીની આવકને કારણે ડેમમાં જળસંગ્રહ સતત વધી રહ્યો છે.
ગુજરાત માટે જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત યથાવત રહેતાં ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની જળ સપાટીમાં 28 સેન્ટીમીટરનો વધારો નોંધાતા હાલ ડેમની જળસપાટી 132.38 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે.
તાજા આંકડા મુજબ ડેમમાં ગ્રોસ સ્ટોરેજ 7,498.80 MCM નોંધાયું છે, જે કુલ ક્ષમતાના 79.27 ટકા જેટલું છે. રાજ્યમાં વરસાદ અને ઉપરવાસમાંથી મળી રહેલી પાણીની આવકને કારણે ડેમમાં જળસંગ્રહ સતત વધી રહ્યો છે.
હાલમાં સરદાર સરોવર ડેમમાં 35,870 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમમાંથી નદીમાં 630 ક્યુસેક અને નર્મદા કેનાલમાં 3,271 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ રીતે ડેમમાંથી કુલ 3,901 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.
ડેમમાં પાણીનો જથ્થો વધતા રાજ્યના પીવાના પાણી અને સિંચાઈ માટેની સ્થિતિ વધુ મજબૂત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અને ઉપરવાસમાંથી આવતી પાણીની આવકને આધારે ડેમની સપાટીમાં વધુ વધારો થવાની સંભાવના છે.
સરદાર સરોવર ડેમની હાલની સ્થિતિ (અપડેટ)
| મુદ્દો | વિગતો |
|---|---|
| મહત્તમ સપાટી | 138.68 મીટર |
| હાલની સપાટી | 132.38 મીટર |
| છેલ્લા 24 કલાકમાં
વધારો |
28 સેમી |
| ગ્રોસ સ્ટોરેજ | 7,498.80 MCM |
| સ્ટોરેજ | 79.27% |
| પાણીની આવક | 35,870 ક્યુસેક |
| નદીમાં જાવક | 630 ક્યુસેક |
| કેનાલમાં જાવક | 3,271 ક્યુસેક |
| કુલ જાવક | 3,901 ક્યુસેક |
Breaking News : સાવધાન! RTO E-Challanના નામે APK ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી રહ્યા છે સાયબર ઠગ, જુઓ Video
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!

