AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લો જુઓ, ગુજરાત પરથી વાદળો ગાયબ..! બીજી તરફ ઉત્તરમાં ઘોડાપૂર - Video

લો જુઓ, ગુજરાત પરથી વાદળો ગાયબ..! બીજી તરફ ઉત્તરમાં ઘોડાપૂર – Video

| Updated on: Aug 04, 2026 | 9:22 PM
Share

ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે અને મોટાભાગના વિસ્તારોમાં વાદળો જોવા મળતા નથી. બીજી તરફ, ઉત્તર ભારતમાં વરસાદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.

ચાલુ વર્ષે ચોમાસાએ ભારતમાં વિચિત્ર વાતાવરણ સર્જ્યું છે. એક તરફ ગુજરાતમાં વરસાદની રાહ જોવાઈ રહી છે, ત્યારે બીજી તરફ ઉત્તર ભારત વરસાદ અને પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી વાદળો જાણે ગાયબ થઈ ગયા છે. રાજ્યમાં સૂકું આકાશ અને કોરુંકટ વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ચોમાસાએ વિરામ લીધો હોવાનું જણાઈ રહ્યું છે.

આનાથી વિપરીત, ઉત્તર ભારતમાં વરસાદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનાઓ, હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને ઉત્તરાખંડમાં નદીઓ ઉફાન પર આવવાથી જનજીવન પ્રભાવિત થયું છે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા તેમજ નોર્થ-ઈસ્ટના રાજ્યો જેવા કે ત્રિપુરા, આસામ, અને મેઘાલયમાં પણ ભયંકર વાદળો ઘેરાયેલા છે અને વરસાદી વાતાવરણ છવાયેલું છે. આમ, એક તરફ ગુજરાત વરસાદની રાહ જોઈ રહ્યું છે, જ્યારે ઉત્તર ભારત ભારે વરસાદી આફતનો સામનો કરી રહ્યું છે.

બિલ્ડરો સાવધાન! મચ્છરોનું બ્રિડિંગ મળ્યું તો AMC કરશે સીધી કાર્યવાહી, 16 બિલ્ડિંગ સાઇટ સીલ, જુઓ Video

Published on: Aug 04, 2026 09:21 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">