AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Operation Sindoor’ ને એક વર્ષ: આતંકવાદીઓના ઠેકાણાથી લઈને એરબેઝ સુધી, ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાને શું ગુમાવ્યું?

‘ઓપરેશન સિંદૂર’ને એક વર્ષ પૂર્ણ થતાં ફરી ચર્ચા તેજ બની છે કે ભારતના આ સૈન્ય અભિયાનમાં પાકિસ્તાનને કેટલું નુકસાન થયું હતું. એરબેઝ, રડાર સિસ્ટમ અને આતંકી કેમ્પો પર થયેલા હુમલાઓ આજે પણ ચર્ચામાં છે.

| Updated on: May 07, 2026 | 9:41 AM
Share
ભારતીય સેનાએ 7 May 2025 તે ‘ઓપરેશન સિંદૂર’ નામની વિશેષ સૈન્ય કાર્યવાહી હાથ ધરી હતી. આ ઓપરેશનને  એક વર્ષ પૂર્ણ થયું છે. પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સ્થિત આતંકી ઢાંચાઓને નિશાન બનાવી આ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. (Image Credit Source: Social Media)

1 / 11
ચાર દિવસ સુધી ચાલેલા આ ઓપરેશન દરમિયાન ભારતીય સેનાએ આતંકી કેમ્પો, એરબેઝ અને રડાર સિસ્ટમ પર સતત હુમલા કર્યા હતા. (Image Credit Source: Social Media)

2 / 11
મીડિયા રિપોર્ટ્સ અને વિવિધ ખુલ્લા સૂત્રોના દાવા મુજબ આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાનના અનેક મહત્વપૂર્ણ એરબેઝ નિશાન બન્યા હતા. તેમાં નૂર ખાન, રફીકી, મુરીદકે, સક્કર, સિયાલકોટ, સરગોધા, સ્કાર્દૂ, ભોલારી અને જેકોબાબાદ જેવા એરબેઝનો સમાવેશ થાય છે. ઉપરાંત ચકલાલા અને રહીમ યાર ખાન એરપોર્ટને પણ નુકસાન પહોંચ્યાની માહિતી સામે આવી હતી. (Image Credit Source: AP)

3 / 11
રિપોર્ટ્સ મુજબ ભારતે પાકિસ્તાનમાં સ્થાપિત કેટલાક ચીની એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર નેટવર્કને પણ અસર પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. લાહોર અને પાસુર વિસ્તારમાં રડાર સિસ્ટમને નુકસાન થયાની ચર્ચા પણ થઈ હતી. જોકે, આ દાવાઓ અંગે સંપૂર્ણ સત્તાવાર માહિતી જાહેરમાં ઉપલબ્ધ નથી. (Image Credit Source: AP)

4 / 11
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન આતંકવાદી સંગઠનોના અનેક મુખ્ય કેમ્પો પણ તબાહ કરવામાં આવ્યા હતા. બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક, મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાનું કેન્દ્ર, તેમજ મુઝફ્ફરાબાદ, કોટલી, ગુલપુર, બરનાલા અને સિયાલકોટ વિસ્તારમાં આવેલા આતંકી અડ્ડાઓને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. (Image Credit Source: AP)

5 / 11
લડાકૂ વિમાનોને થયેલા નુકસાન અંગે પણ અલગ-અલગ દાવા સામે આવ્યા હતા. કેટલીક રિપોર્ટ્સમાં પાકિસ્તાનના કેટલાંક જેટ અને એક અર્લી વોર્નિંગ એરક્રાફ્ટને નુકસાન પહોંચ્યાનો ઉલ્લેખ થયો હતો, પરંતુ પાકિસ્તાની સત્તાવાળાઓએ તેની ખુલ્લેઆમ પુષ્ટિ કરી નહોતી. (Image Credit Source: AP)

6 / 11
માનવહાનિ અંગે પણ બંને દેશોના દાવા અલગ રહ્યા હતા. પાકિસ્તાને સીમિત જાનહાનિનો સ્વીકાર કર્યો હતો, જ્યારે ભારતીય સૂત્રોએ અનેક આતંકવાદીઓ માર્યા ગયાનો દાવો કર્યો હતો. કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં આતંકી સંગઠનના અગ્રણીઓ અને તેમના પરિવારજનોને પણ નુકસાન પહોંચ્યાની માહિતી સામે આવી હતી. (Image Credit Source: AP)

7 / 11
એક વર્ષ બાદ પણ ‘ઓપરેશન સિંદૂર’ ચર્ચાના કેન્દ્રમાં છે. આ કાર્યવાહી માત્ર સૈન્ય જવાબ નહોતી, પરંતુ આતંકવાદ સામે ભારતની કડક નીતિ અને સશક્ત સંદેશ તરીકે પણ જોવામાં આવે છે. જોકે, આ ઓપરેશનમાં થયેલા તમામ નુકસાન અંગે સંપૂર્ણ સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર થઈ નથી, જેના કારણે વિવિધ દાવા અને ચર્ચાઓ યથાવત્ છે. (Image Credit Source: Social Media)

8 / 11
ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ અંગેની પ્રેસ બ્રિફિંગ દરમિયાન જણાવ્યું હતું કે આ કાર્યવાહી સંપૂર્ણપણે આતંકવાદી માળખાઓને નિશાન બનાવીને કરવામાં આવી હતી અને તેનો હેતુ નિર્દોષ નાગરિકોને નુકસાન પહોંચાડવાનો નહોતો. સેનાએ કહ્યું હતું કે ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે આતંકી કેમ્પો અને લૉન્ચ પેડ્સ પર સફળ પ્રહાર કરવામાં આવ્યા. (Image Credit Source: Social Media)

9 / 11
પ્રેસ બ્રિફિંગમાં ભારપૂર્વક જણાવાયું કે ભારત પોતાની સુરક્ષા અને નાગરિકોની રક્ષા માટે જરૂરી દરેક પગલું ભરવા માટે પ્રતિબદ્ધ છે. સેનાએ વધુમાં જણાવ્યું હતું કે તમામ સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે અને સરહદ પરની દરેક ગતિવિધિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. (Image Credit Source: Social Media)

10 / 11
અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે ભારત શાંતિમાં વિશ્વાસ રાખે છે, પરંતુ દેશની સંપ્રભુતા અને સુરક્ષા સામેના ખતરાને કોઈપણ પરિસ્થિતિમાં સહન કરવામાં નહીં આવે. (Image Credit Source: Social Media)

11 / 11

આ પણ વાંચો: ‘ઓપરેશન સિંદૂર’ ના તમામ સમાચાર વાંચવા માટે અહિયાં ક્લિક કરો

Follow Us
આવકના નવા સ્ત્રોત શોધી શકશો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો

ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત

અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ

ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video

સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત

બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ

જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video

મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા

​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video

કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">