AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindoor: Indian Army એ માત્ર 88 કલાકમાં પાકિસ્તાનને હચમચાવી નાખ્યું, સેનાએ 1.5 મિનિટના Videoમાં વિનાશનું ટ્રેલર રજૂ કર્યું

પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે ચલાવેલા ‘ઓપરેશન સિંદૂર’ને એક વર્ષ પૂર્ણ થતા ભારતીય સેનાએ ખાસ વિડિયો જાહેર કર્યો છે. 88 કલાક સુધી ચાલેલા આ મિશનમાં પાકિસ્તાન અને PoKના 9 આતંકી ઠેકાણાઓને નિશાન બનાવાયા હતા.

Operation Sindoor: Indian Army એ માત્ર 88 કલાકમાં પાકિસ્તાનને હચમચાવી નાખ્યું, સેનાએ 1.5 મિનિટના Videoમાં વિનાશનું ટ્રેલર રજૂ કર્યું
Breaking News One Year of Operation Sindoor Indian Army Releases Video of Air Strikes on Terror Camps in Pakistan PoKImage Credit source: Social Media
| Updated on: May 07, 2026 | 8:13 AM
Share

ભારતીય સેનાએ ગયા વર્ષે 7 May ની મધરાતે ‘ઓપરેશન સિંદૂર’ નામની વિશેષ સૈન્ય કાર્યવાહી હાથ ધરી હતી. આ ઓપરેશન હેઠળ ભારતે પાકિસ્તાન તેમજ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આવેલા 9 આતંકી ઠેકાણાઓ પર ચોક્કસ હવાઈ હુમલા કર્યા હતા. સેનાના દાવા મુજબ આ હુમલાઓમાં અંદાજે 100 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા હતા અને અનેક આતંકી કેમ્પોને ભારે નુકસાન પહોંચ્યું હતું.

આતંકવાદ સામે હાથ ધરાયેલા આ મહત્વપૂર્ણ ઓપરેશનને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ પ્રસંગે ભારતીય સેનાએ દોઢ મિનિટનો ખાસ વીડિયો જાહેર કર્યો છે, જેમાં ઓપરેશન દરમિયાન થયેલી સૈન્ય કાર્યવાહી અને આતંકી ઠેકાણાઓ પર થયેલા હુમલાની ઝલક જોવા મળે છે. વીડિયો દ્વારા ભારતે આતંકવાદ સામેની પોતાની કડક નીતિ અને સેનાની તૈયારીનો મજબૂત સંદેશ આપ્યો છે.

ભારતીય લોકોને ધર્મ પૂછીને કર્યો હુમલો

ગયા વર્ષે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામ સ્થિત બૈસરન ઘાટીમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. માહિતી અનુસાર હુમલાખોરોએ લોકોનો ધર્મ પૂછ્યા બાદ ગોળીબાર શરૂ કર્યો હતો. આ ભયાનક હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા, જેના કારણે સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.

‘ઓપરેશન સિંદૂર’

આ ઘટનાના થોડા અઠવાડિયામાં જ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરીને આતંકવાદીઓને કડક જવાબ આપ્યો હતો. સેનાએ પાકિસ્તાન અને PoKમાં આવેલા અનેક આતંકી માળખાઓને નિશાન બનાવી હવાઈ હુમલા કર્યા હતા. હુમલામાં બહાવલપુર સ્થિત જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક, મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાનું કેન્દ્ર તેમજ મુઝફ્ફરાબાદ, સિયાલકોટ, કોટલી અને ભીમબર વિસ્તારમાં આવેલા આતંકી કેમ્પોનો સમાવેશ થતો હતો.

ભારતીય સેનાના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી અત્યંત સચોટ આયોજન સાથે કરવામાં આવી હતી. હુમલાઓ પછી આતંકવાદી સંગઠનોના અનેક માળખાઓ સંપૂર્ણપણે તબાહ થઈ ગયા હતા.

88 કલાકમાં પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓ પર હુમલો

આ સમગ્ર ઓપરેશન લગભગ 88 કલાક સુધી ચાલ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાન તરફથી પણ જવાબી કાર્યવાહી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય સેનાએ મોટાભાગના હુમલાઓ નિષ્ફળ બનાવ્યા હતા.

અંતે બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે હોટલાઈન પર ચર્ચા થયા બાદ 10 મેના રોજ સૈન્ય કાર્યવાહી રોકવા પર સહમતિ બની હતી.

‘ઓપરેશન સિંદૂર’ આજે પણ ભારતની આતંકવાદ વિરોધી કાર્યવાહીનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવે છે. એક વર્ષ બાદ જાહેર કરાયેલા વીડિયોએ ફરી એકવાર આ ઓપરેશનને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું છે.

આ પણ વાંચો: ‘ઓપરેશન સિંદૂર’ ના તમામ સમાચાર વાંચવા માટે અહિયાં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">