AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને કોમનવેલ્થનો ફ્લેગ અને બેટન સોંપાયા, જુઓ Video

Breaking News : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને કોમનવેલ્થનો ફ્લેગ અને બેટન સોંપાયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2026 | 1:31 PM
Share

ગ્લાસગોમાં 11 દિવસના શાનદાર કાર્યક્રમો પછી, સ્કોટલેન્ડે સત્તાવાર રીતે ભારતને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બૈટન સોંપ્યો હતો.નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી ગ્લાસગોથી અમદાવાદ પરત ફર્યા છે.

ગ્લાસગોમાં કોમનવેલ્થ 2026નું સમાપન રંગારંગ કાર્યક્રમની સાથે પૂર્ણ થયું હતુ. જેમાં સ્કોટલેન્ડે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બૈટન ભારતને સોંપ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં હાજરી આપ્યા બાદ DyCM હર્ષ સંઘવી ભારત પરત ફર્યા છે. DyCM હર્ષ સંઘવીએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો છે.PMએ રમતગમત ક્ષેત્રના બજેટમાં વધારો કર્યો છે. નાના-નાના ગામડાના ખેલાડીઓને પ્લેટફોર્મ મળ્યું છે.

ગુજરાતના અને દેશના ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ઓલિમ્પિક આયોજન માટે ટીમ ગુજરાત તૈયાર છે. તમામ સ્પોર્ટ ઓલિમ્પીક ઈન્ડિયા, સ્પોર્ટ ના સંસ્થા તૈયાર છે. ગ્લાસગો 2026 પેરા એથલીટ અને ગ્લાસગો દ્વારા મુખ્યમંત્રી ને ફ્લેગ આપવામાં આવ્યો છે. ભારતના બધાજ ખેલાડીઓ નું અમદાવાદ માં સ્વાગત છે. ખેલાડીઓનું મહેમાન નહીં પણ ભાઈ બહેનની જેમ સ્વાગત થશે.

 

 

અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર

DyCM હર્ષ સંઘવીએ કહ્યું કે કોમનવેલ્થ ગેમ્સમાં ઘણી રમતોનું આયોજન કરાયું ન હતું.ખાસ કરીને હોકી સહિતનો રમતો જેમાં ભારતનો દબદબો છે.છતાં પણ કોમનવેલ્થ ગેમ્સના મેડલટેબલમાં આપણે ચોથો નંબર મેળવ્યો.એ મોટી વાત છે 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થવાનું છે.ત્યારે તેમણે કહ્યું કે,આવનારી કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ માટે ખૂબ જ ઐતિહાસિક રહેશે. આ વખતે કેટલીક એવી રમત હતી. જેમ કે, કુશ્તી, બેડમિન્ટન,શૂટિંગ અને ટેબલ ટેનિસમાં ખેલાડીઓ સામેલ થયા ન હતા. તેમ છતાં ભારતીય એથલેટિક્સોએ પોતાનું શાનદાર પ્રદર્શન કરી દેશનું નામ રોશન કર્યું હતુ.

CWG 2026માં કુલ 39 મેડલ જીત્યા

ભારતે CWG 2026માં કુલ 39 મેડલ જીતી ચોથું સ્થાન મેળવ્યું હતુ. આ વખતે ભારતીય એથલેટિક્સે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સૌથી વધારે 7 ગોલ્ડ મેડલ બોક્સિંગમાં આવ્યા હતા.વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે,અમદાવાદમાં 2028ના અંત સુધીમાં તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ જશે.સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે સંઘવીએ મોટું નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું હતુ કે,જો હમણાં કોમનવેલ્થ નું આયોજન કરવું હોય તો પણ અમદાવાદ તેના માટે તૈયાર છે. અમદાવાદમાં પર્યાપ્ત હોટલ રૂમ અને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાઓ છે.

 

 

Breaking News : Goodbye ગ્લાસગો, હવે કોમનવેલ્થ માટે અમદાવાદની તૈયારીઓ શરુ, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">