
નીતિશ કુમાર
નીતિશ કુમાર (જન્મ 1 માર્ચ 1951, બખ્તિયારપુર, બિહાર, ભારત) એક ભારતીય રાજકારણી અને બિહારના વર્તમાન મુખ્યમંત્રી છે. 2017. પછી, તેમણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું અને ફરી એકવાર NDA સાથે હાથ મિલાવ્યો. નીતિશે 2022માં આઠમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ બિહારના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા મુખ્ય પ્રધાન છે.
અતિ પછાત હિંદુઓ કરતા પણ બદ્દતર સ્થિતિમાં જીવે છે પસમાંદા મુસ્લિમો… શું મોદી સરકાર મુસ્લિમોની પણ જાતિ આધારીત વસતી ગણતરી કરાવશે?
મોદી સરકારે રાષ્ટ્રીય સ્તર પર જાતિગત જનગણના કરાવવાનો નિર્ણય કર્યો છે. તો હિંદુઓની સાથોસાથ મુસ્લિમ જાતિઓની ગણતરી પર પણ સૌની નજરો ટકેલી છે. મુસ્લિમ ઓબીસી સમુદાયના લોકો જાતિના આધારે મુસ્લિમોની જનગણના કરાવવાની માગ કરી રહ્યા છે. તેમનું કહેવુ છે કે મુસ્લિમના નામે તમામ સુખ સુવિધાનો લાભ મુસ્લિમ સમાજની કેટલીક ઉચ્ચ જાતિઓને મળી રહ્યા છે. એવામાં મુસ્લિમ ઓબીસી જાતિઓની સ્થિતિ હિંદુઓથી પણ ખરાબ છે. હવે જનગણના દ્વારા સાચા આંકડા સામે આવી શકશે ખરા?
- Mina Pandya
- Updated on: May 1, 2025
- 6:15 pm
શું બિહારની રાજનીતિમાં ફરી જોવા મળશે મોટા ઉલટફેર? જો નીતિશ રાબડી દેવીની સલાહ માની લેશે તો શું થશે?
રાબડી દેવીએ નીતિશ કુમારને આપેલી સલાહમાં માત્ર કટાક્ષ નથી પરંતુ તેની પાછળ મોટો રાજકીય ઉદ્દેશ્ય પણ છુપાયેલો છે. જેનાથી નીતિશ કુમારને પરિવારવાદની રાજનીતિના દાયરામાં લાવી ભાજપને પણ સરળતાથી તેના જ આરોપોમાં ફિટ કરી શકાય.
- Mina Pandya
- Updated on: Mar 24, 2025
- 5:12 pm
રાજ્યોને અનામતની યાદી બદલવાનો અધિકાર નથી… નીતિશ સરકારને SCનો મોટો ફટકો
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પછાત વર્ગ આયોગની ભલામણો, ભલે તે રાજ્યને બંધનકર્તા હોય, પરંતુ SC સૂચિમાં કોઈપણ જાતિના સમાવેશને યોગ્ય ઠેરવી શકે નહીં. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે SCની યાદી પર પંચનો કોઈ અધિકારક્ષેત્ર નથી અને તે રાજ્યના બંધારણનું ઉલ્લંઘન કરતી આવી ભલામણોને લાગુ કરી શકે નહીં.
- krushnapalsinh chudasama
- Updated on: Jul 15, 2024
- 11:43 pm