કોઈ દળ ચૂંટણીનો બહિષ્કાર કરે તો શું વિપક્ષ વિના પણ યોજાઈ શકે ચૂંટણી? શું કહે છે નિયમ?
બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારી વચ્ચે તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે વોટર વેરિફિકેશન દરમિયાન વોટર લિસ્ટમાંથી લાખો લોકોના નામ કમી કરી દેવામાં આવ્યા છે. આ જ વોટરે અનેક સરકારો ચૂંટી છે. એમની બઈમાની સામે અમે લોકો મળીને બહિષ્કાર કરવાનો વિચાર કરી રહ્યા છીએ. તો આજે જાણશુ કે શું વિપક્ષ ચૂંટણીનો બહિષ્કાર કરી શકે, જો મહાગઠબંધન બિહાર ચૂંટણીનો બહિષ્કાર કરે છે તો શું થશે? શું અગાઉની સરકારોમાં આવુ ક્યારેય થયુ છે જ્યારે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હોય.

આરજેડી નેતા તેજસ્વી યાદવે બિહાર વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો સંકેત આપીને દેશભરમાં એક નવી રાજકીય ચર્ચા શરૂ કરી છે. ચૂંટણી લડવી કે ન લડવી તે સ્વાભાવિક રીતે રાજકીય પક્ષોની ઇચ્છા પર આધાર રાખે છે. જોકે, બિહારના પરદૃશ્યમાં તેનો અર્થ જૂદો છે. તેજસ્વી યાદવ બિહારમાં મુખ્ય વિપક્ષી નેતા છે. જો અન્ય વિપક્ષી પક્ષો પણ ‘ચૂંટણી બહિષ્કાર’ને સમર્થન આપે છે, તો આ રાજ્યની પરિસ્થિતિ બદલી શકે છે અને તેની સીધી અસર આગામી બિહાર વિધાનસભા ચૂંટણીઓ પર પડી શકે છે. વાસ્તવમાં, ચૂંટણીમાં ભાગીદારી અને સ્પર્ધા એ લોકશાહીનો આધાર છે, પરંતુ અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે જો વિપક્ષ બિહારમાં ‘બહિષ્કાર’ કરે છે, તો શું આ પરિસ્થિતિમાં ચૂંટણીઓ યોજાઈ શકે છે? બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા વોટર લિસ્ટમાં સુધાર પ્રક્રિયા સ્પેશ્યિલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) ને લઈને પટના થી દિલ્હી સુધીની...
