AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1985 પછી ક્યારેય વિધાનસભાની ચૂંટણી ન લડનારા નીતિશ કુમાર કેવી રીતે બન્યા બિહારના મુખ્યમંત્રી?

નીતિશ કુમારે બિહારમાં 1977, 1980, અને 1985માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ તો એ માત્ર એક વાર 1985માં જ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી શક્યા હતા. ત્યારબાદ તેઓ ક્યારેય વિધાન સભાની ચૂંટણ નથી લડ્યા. તો વિધાનસભાની ચૂંટણી ન લડનારા નીતિશ કુમાર કેવી રીતે 2000માં પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા હતા- વાંચો

1985 પછી ક્યારેય વિધાનસભાની ચૂંટણી ન લડનારા નીતિશ કુમાર કેવી રીતે બન્યા બિહારના મુખ્યમંત્રી?
| Updated on: Nov 13, 2025 | 2:55 PM
Share

બિહારમાં સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહેનાર મુખ્યમંત્રી નીતિશ કુમાર છે. છેલ્લે તેઓ બિહાર વિધાનસભાની મેમ્બર 1985માં હતા. તે બાદ તેઓ માત્ર એકવાર 1995માં હરનૌત બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જો કે બાદમાં તેમણે આ સીટ છોડી દીધી અને સાંસદ બની રહેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેમ છતા નીતિશકુમાર 2015થી સળંગ બિહારના મુખ્યમંત્રી તરીકે યથાવત છે. તે કેવી રીતે. ચાલો સમજીએ

નીતિશ કુમારે બિહારની સત્તામાં બની રહેવા માટે વિધાન પરિષદનો માર્ગ પસંદ કર્યો છે. તેઓએ વિધાન પરિષદ (MLC) નો માર્ગ અપનાવી બિહારના મુખ્યમંત્રી તરીકે સત્તા જાળવી રાખી છે.  નીતિશ કુમારે બિહારમાં 1977, 1980 અને 1985માં વિધાનસભા ચૂંટણી લડી હતી પરંતુ તેમા માત્ર એકવાર 1985માં તેઓ જીતી શક્યા હતા. ત્યારબાદ તેમણે રાષ્ટ્રીય રાજનીતિમાં ઝંપલાવ્યુ અને તેઓ 1989, 1991, 1998, 1999 અને 2004માં સતત 6 વાર જીતીને લોકસભાના સાંસદ બન્યા.

પહેલી લોકસભા ચૂંટણી ક્યારે ક્યાંથી જીત્યા?

નીતિશ કુમારે પ્રથમ લોકસભાની ચૂંટણી 1989માં બાઢ લોકસભા બેઠક પરથી લડ્યા હતા. અહીંથી સતત તેઓ 4 વાર જીત્યા હતા. ત્યારબાદ 2004માં તેઓ નાલંદા અને બાઢ બંને જગ્યાએથી ચૂંટણી લડ્યા. પરંતુ તેઓ બાઢથી ચૂંટણી હારી ગયા અને નાલંદાથી તેમને જીત મળી. ત્યારબાદ નીતિશકુમાર એકપણ લોકસભાની ચૂંટણી લડ્યા નથી.

ક્યારે બન્યા બિહારના મુખ્યમંત્રી?

સૌપ્રથમ નીતિશ કુમાર વર્ષ 2000માં મુખ્યમંત્રી બન્યા. ત્યારે તેઓ એકપણ સદનનો હિસ્સો ન હતા. ના તો વિધાન પરિષદ, ના તો વિધાનસભા અને તેમણે 8 દિવસમાં રાજીનામુ પણ આપવુ પડ્યુ હતુ. ત્યારબાદ વર્ષ 2005માં તેઓ ફરીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે વિધાન પરિષદનો માર્ગ પસંદ કર્યો અને તેમની આ પ્રથા આજ સુધી ચાલી રહી છે. જે બાદ તેઓ વર્ષ 2014-15માં 9 મહિના માટે મુખ્યમંત્રી બન્યા જે બાદ તેમને વડાપ્રધાન મોદી સાથે તકરાર બાદ રાજીનામુ આપી દીધુ. જે બાદ જીતનરામ માંઝી મુખ્યમંત્રી બન્યા. ફરી તેઓ 2015માં મુખ્યમંત્રી બન્યા જે આજદિન સુધી CM ની ખુરશી પર ટકી રહ્યા છે.

કેમ નીતિશે વિધાન પરિષદનો રસ્તો પસંદ કર્યો?

ભારતના 6 રાજ્યોમાં વિધાન પરિષદ છે. તેનો ફાયદો એ છે કે જો કોઈ નેતા વિધાનસભા ચૂંટણી નથી પણ લડતા તો તેઓ વિધાન પરિષદ દ્વારા મુખ્યંમંત્રી કે મંત્રી બની શકે છે. MLC તરીકે નીતિશ કુમારનો પ્રથમ કાર્યકાળ 2012માં સમાપ્ત થયો, જે બાદ તેઓ ફરી 2018માં ચૂંટાયા. તેનો કાર્યકાળ 2024માં પૂર્ણ થયો. તેઓ માર્ચ 2024 થી MLC તરીકે ફરી ચૂંટાયા જે વર્ષ 2030 સુધી ચાલશે.

MLC બનવા અંગે નીતિશ કુમાર શું માને છે?

નીતિશ કુમારે જાન્યુઆરી 2012માં કહ્યુ હતુ કે મે મારી ઈચ્છાથી વિધાન પરિષદનો સદસ્ય બનવાનો નિર્ણય કર્યો છે, કોઈ મજબુરી કે અન્ય કોઈ કારણોવશ નહીં. તેમણે કહ્યુ ઉચ્ચ સદન એક સન્માનજનક સંસ્થા છે. હું વર્તમાનમાં 6 વર્ષનો કાર્યકાળ પુરો કરી ફરી એકવાર વિધાન પરિષદ માટે નિર્વાચીત થઈશ. હું 6 વર્ષનો કાર્યકાળ પુરો થયા બાદ ફરી વિધાન પરિષદ માટે ચૂંટાઈશ. 2015ની વિધાન સભાની ચૂંટણી પહેલા પણ તેમણે સ્પષ્ટ કર્યુ હતુ તેઓ વ્યક્તિગત રીતે ચૂંટણી નહીં લડે કારણ કે તેઓ માત્ર એક બેઠક માટે સીમિત રહેવા નથી માગતા.

દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલુ એ ખતરનાક સફેદ કેમિકલ ક્યુ હતુ? તેનો વપરાશ અને લાઈસન્સ માટેના શું છે નિયમો- વાંચો

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
g clip-path="url(#clip0_868_265)">