AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધરાત્રે સુમસામ સડક પર યુવતીને એકલી જોઈ રેપિડો રાઈડરે જે વ્યવહાર કર્યો એ તેની પરવરિશ બતાવે છે- વાંચો

ગરબા નાઈટથી પરત ફરેલી એક યુવતી તેના ફ્લેટમેટની રાહ જોઈ રહી હતી. એવામાં મધરાત્રે સુમસામ સડક પર યુવતીને એકલી જોઈ રેપિડો રાઈડરે જે વ્યવહાર કર્યો તેનાથી તેની પરવરિશ દેખાઈ આવે છે.

મધરાત્રે સુમસામ સડક પર યુવતીને એકલી જોઈ રેપિડો રાઈડરે જે વ્યવહાર કર્યો એ તેની પરવરિશ બતાવે છે- વાંચો
| Updated on: Sep 29, 2025 | 6:29 PM
Share

સામાજિક જીવનમાં વ્યક્તિનું વર્તન તેમના ઉછેરને પ્રતિબિંબિત કરે છે. રાત્રિના અંધારામાં એકલી છોકરીને જોઈને, રેપિડો રાઇડરે જે કર્યું તે ફક્ત એક સજ્જન વ્યક્તિ જ કરી શકે છે. સામાન્ય રીતે, રેપિડો રાઇડર્સ તેની રાઈડ પૂર્ણ કરી તુરંત લોકેશન છોડી ત્યાંથી જતા રહે છે. પરંતુ જ્યારે એક યુવતી મોડી રાત્રે ગરબા નાઈટમાંથી રાઈડ લઈને તેના ગંતવ્ય સ્થાને પહોંચી હતી. ત્યારે તેની પાસે તેના ફ્લેટની ચાવી ન હતી.

એવામાં રેપિડો રાઈડરે યુવતીને એકલી છોડી દેવાને બદલે, તેની સાથે ત્યાં સલામતી માટે ઉભો રહે છે. રેપિડો રાઈડર કહે છે કે જ્યાં સુધી તેમની ફ્લેટમેટ ચાવી લઈને આવી ન જાય ત્યાં સુધી તે ત્યાં તેની સાથે ઉભો રહે છે. તેનાથી યુવતી ઘણી પ્રભાવિત થાય છે અને એક 20 સેકન્ડનો નાનકડો વીડિયો બનાવી તેની પ્રશંસા પણ કરે છે. આ વીડિયો હવે ઇન્ટરનેટ પર વાયરલ થયો છે, અને યુઝર્સ તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વીડિયોમાં, યુવતી સમજાવે છે, “હું હમણાં જ ગરબા નાઈટથી પાછી આવી છું. મારી પાસે મારા ફ્લેટની ચાવીઓ નથી. તમે જોઈ શકો છો કે વાતાવરણ ખૂબ જ શાંત થઈ ગયું છે. લગભગ મધ્યરાત્રિ થઈ ગઈ છે, અને હું ફક્ત રાહ જોઈ રહી હતી. પરંતુ રેપિડો રાઈડરે કહ્યું, “મેડમ, જ્યાં સુધી તમારી ફ્રેન્ડ ન આવી જાય ત્યાં સુધી હું અહીં ઉભો રહુ છુ.”

આ ખરેખર એક અદ્ભુત વાત છે. કારણ કે માનવતા હજુ પણ અસ્તિત્વમાં છે. આ ટૂંકી, 22-સેકન્ડની ફૂટેજ આ સાથે સમાપ્ત થાય છે. પરંતુ રેપિડો સવારની માનવતા જોઈને, દરેક વ્યક્તિ તેની પ્રશંસા કરે છે, અને યુઝર્સ આ વાયરલ વીડિયો પર ઉત્સાહપૂર્વક પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ વીડિયો પોસ્ટ કરતી વખતે, @333maheshwariiii નામના X યુઝરે લખ્યું- ‘તમારા કારણે, તે રસ્તો ઓછો એકલો લાગ્યો.’ આ હેન્ડલ સિવાય, આ વીડિયો ઇન્સ્ટાગ્રામથી લઈને રેડિટ અને X સુધીના ઘણા હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેને લાખો વ્યૂઝ અને સારી પ્રતિક્રિયાઓ મળી છે.

યુઝર્સ રેપિડો વાલાના આ વીડિયો પર કમેન્ટ સેક્શનમાં ઉત્સાહપૂર્વક પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આવી વસ્તુઓ વિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે. જ્યારે આપણે કેબ ડ્રાઇવરો વિશે મોટે ભાગે નકારાત્મક વાતો સાંભળીએ છીએ અને જોઈએ છીએ, ત્યારે સકારાત્મક વાતો પોસ્ટ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજા એક યુઝરે કહ્યું કે આજના સમયમાં તેમના જેવો સારો માણસ મળવો મુશ્કેલ છે.

જ્યારે દેશના નેતા ફ્રન્ટ ફુટ પર બેટીંગ કરી રહ્યા હોય તો પછી ….. સૂર્યકુમાર યાદવે PM મોદી ના ટ્વીટ પર કહી આ મોટી વાત

g clip-path="url(#clip0_868_265)">