વરસાદથી અનેક ગરબા ગ્રાઉન્ડમાં ભરાયા પાણી, મોટા શહેરોમાં ગરબા આયોજનો રહ્યા બંધ, આજે પણ વરસાદી સંકટની શક્યતા, જુઓ Video
સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય થઇ જાય છે, પરંતુ આ વર્ષે તો મેઘરાજા છેલ્લી ઇનિંગ સુધી ભારે તરખાટ મચાવી રહ્યા છે. ગુજરાતમાં ગઇકાલે વરસેલા વરસાલે ગરબા રસિકોની મજામાં ભંગ પાડ્યો છે. ગઇકાલે વરસેલા વરસાદથી અનેક શહેરોમાં ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ ગયા હતા.જેના કારણે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના કેટલાક સ્થળોએ મોટા ગરબા આયોજનો બંધ રહ્યા હતા.

સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય થઇ જાય છે, પરંતુ આ વર્ષે તો મેઘરાજા છેલ્લી ઇનિંગ સુધી ભારે તરખાટ મચાવી રહ્યા છે. ગુજરાતમાં ગઇકાલે વરસેલા વરસાલે ગરબા રસિકોની મજામાં ભંગ પાડ્યો છે. ગઇકાલે વરસેલા વરસાદથી અનેક શહેરોમાં ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ ગયા હતા.જેના કારણે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના કેટલાક સ્થળોએ મોટા ગરબા આયોજનો બંધ રહ્યા હતા. કેટલીક જગ્યાએ તો આગામી તમામ દિવસના આયોજન રદ કરવાની મજબુરી ઊભી થઇ છે.
વડોદરામાં રવિવારે વરસાદી માહોલના કારણે ગરબા પર ગ્રહણ લાગ્યુ હતુ. વડોદરાના તમામ મોટા ગરબા બંધ રહ્યા હતા. વરસાદના કારણે ખેલૈયાઓની સાથે આયોજકો ચિંતામાં મુકાયા છે. ભારે વરસાદ વરસતા ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. ગ્રાઉન્ડ પર કિચડ ન થાય તે માટે પ્લાસ્ટિક પાથર્યું હતું. પ્લાસ્ટિક પરથી પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ છે. મજૂરો દ્વારા ગ્રાઉન્ડ પરથી પાણી હટાવવાની કામગીરી ચાલી રહી છે.
Garba Cancelled Across Gujarat as Heavy Rain Floods Grounds | TV9Gujarati#Navratri2025 #GarbaCancelled #RainAlert #AhmedabadRain #BharuchRain #Monsoon2025 #BreakingNews #GujaratWeather #NavratriUpdate #TV9Gujarati pic.twitter.com/i50XgwaIOM
— Tv9 Gujarati (@tv9gujarati) September 28, 2025
આ તરફ અમદાવાદમાં ઓપન ગરબા ગ્રાઉન્ડ હજુ પાણી-પાણી જોવા મળી રહ્યુ છે. ગોધાવી પાસે આવેલ ગરબા ગ્રાઉન્ડમાં વરસાદ બાદ સ્થિતિ વણસી હતી. મોરબની અને રેડ વેલ્વેટ ગરબા ગ્રાઉન્ડમાં કાદવનું સામ્રાજ્ય જોવા મળ્યુ. રિંગ રોડ પાસે આવેલ રાધેવન પાર્ટી પ્લોટ પણ વરસાદમાં ધોવાયો હતો. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે સતત બીજા દિવસના ગરબાને પણ અસર થવાની શક્યતા છે.
Multiple garba events cancelled in #Ahmedabad#Navratri2025 #Garba2025 #GujaratRains #Monsoon2025 #Monsoon #Rain #GujaratRain #GujaratMonsoon #Weather #WeatherUpdates #GujaratWeather #TV9Gujarati pic.twitter.com/XBKMEf1hFb
— Tv9 Gujarati (@tv9gujarati) September 29, 2025
વરસાદને કારણે ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકોને નુકસાન પહોંચ્યુ છે. વરસાદ બાદ કેટલાક આયોજકો દ્વારા આગામી તમામ દિવસના આયોજન રદ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં વૈષ્ણોદેવી પાસે ઘમ્મરડી ગરબા તમામ દિવસ માટે રદ કરાયા. ગરબા ગ્રાઉન્ડ ઉપરાંત પાર્કિંગ સ્થળે પણ કાદવ જોવા મળી રહ્યો છે. ગરબા આયોજન રદ થતા આયોજકો અને ખેલૈયામાં નિરાશા જોવા મળી રહી છે.
સુરતમાં આજે વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગરબામાં વરસાદ વિલન બન્યા બાદ હવે પવને બાધા નાખી છે. સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડ્યા હતા. ભારે પવનના કારણે લાઈટ ગૂલ, મંડપ અને ખુરશીઓ ઉડી ગયા હતા. સાઉન્ડ સિસ્ટમને પણ નુકસાન જતા આયોજકો ચિંતામાં જોવા મળી રહ્યા છે.
ભારે વરસાદ બાદ ગરબા ગ્રાઉન્ડમાં સ્થિતિ વણસી છે. GMDC ગ્રાઉન્ડમાં હજી પણ પાણી ભરાયેલા છે. GMDC ગ્રાઉન્ડમાં આજે ગરબાના આયોજનને અસર થઈ શકે છે. અમદાવાદના મોટાભાગના ઓપન ગરબા ગ્રાઉન્ડમાં મુશ્કેલી જોવા મળી રહી છે. આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. GMDC ગ્રાઉન્ડમાંથી પાણી ખાલી કરવા માટે પ્રયાસ હાથ ધરાયા છે. જો કે વરસાદ ખાબકે તો સ્થિતિ વધુ બગડવાની શક્યતા છે.
Waterlogged GMDC ground raises concerns for Garba events in #Ahmedabad#GujaratRains #Monsoon2025 #Monsoon #Rain #GujaratRain #GujaratMonsoon #Weather #WeatherUpdates #GujaratWeather #TV9Gujarati pic.twitter.com/lTOYAbigFe
— Tv9 Gujarati (@tv9gujarati) September 29, 2025
