Stock Market : શેરમાર્કેટમાં કંઈક નવા-જૂની થશે ! સ્ટોક બાયબેકથી લઈને F&O નિયમોમાં થઈ શકે છે ‘મોટા ફેરફારો’, સેબીના ચેરમેને કરી ખાસ વાત
GLS 2025 માં SEBI ના ચેરમેને ભારતીય કેપિટલ માર્કેટની મજબૂતાઈ અને ભવિષ્યની દિશા અંગે એક મુખ્ય નિવેદન આપ્યું. તેમના નિવેદનથી લાગી રહ્યું છે કે, શેર બાયબેકથી લઈને F&O નિયમોમાં ખાસ ફેરફાર થઈ શકે છે.
GLS 2025 માં SEBI ના ચેરમેને ભારતીય કેપિટલ માર્કેટની મજબૂતાઈ અને ભવિષ્યની દિશા અંગે એક મુખ્ય નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, ભારતીય ઇકોનોમી ઝડપથી વિકસી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં પ્રાઇમરી માર્કેટમાં ₹2 લાખ કરોડથી વધુ ફંડ એકત્ર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, SEBIનું લક્ષ્ય બજારને ભવિષ્ય માટે તૈયાર અને ‘વિકસિત ભારત’ ના વિઝન સાથે અનુરૂપ બનાવવાનું છે.
બાયબેક, F&O અને શોર્ટ સેલિંગ પર ફોકસ
SEBI ના પ્રમુખે સ્પષ્ટતા કરી કે, બોર્ડ હવે શેર બાયબેક નિયમોની સમીક્ષા કરશે. તેમણે કહ્યું કે, “અમે બાયબેક મુદ્દાની તપાસ કરી રહ્યા છીએ.” વધુમાં એવું પણ કહ્યું કે, F&O (ફ્યુચર્સ અને ઓપ્શન્સ) પર ચર્ચાઓ ચાલુ છે અને એક ડેટા-બેસ્ડ એપ્રોચ અપનાવવામાં આવશે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, Securities Lending & Borrowing (SLBM) હજુ સુધી ભારતમાં સંપૂર્ણપણે વિકસિત થયું નથી. આથી તેને મજબૂત બનાવવાની જરૂર છે. શોર્ટ સેલિંગ અને SLBM ફ્રેમવર્કની સમગ્ર સમીક્ષા ટૂંક સમયમાં કરવામાં આવશે.
સેબીનો ઉદ્દેશ્ય શું છે?
મળતી માહિતી મુજબ, SEBI ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે, ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ AUM હાલમાં GDP ના માત્ર 25% નું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે વિકસિત દેશોમાં તે અનેક ગણું વધારે છે. આગામી 5 વર્ષમાં રોકાણકારોની સંખ્યા બમણી કરવાની જરૂર પડશે. તેમણે જણાવ્યું હતું કે, સેબીનો ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોથી ગ્રામીણ વિસ્તારો સુધી મ્યુચ્યુઅલ ફંડની પહોંચ વધારવાનો છે.
બોન્ડ માર્કેટ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં ઘણા પગલાં લેવામાં આવ્યા છે પરંતુ તેમ વધારે તપાસની જરૂર છે. સેબીના પ્રમુખે જણાવ્યું હતું કે, આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં IPO અને ઇશ્યુ દ્વારા ₹2 લાખ કરોડથી વધુ ફંડ એકત્ર કરવામાં આવ્યું છે, જે પ્રાઇમરી માર્કેટની મજબૂતાઈ દર્શાવે છે.
રોકાણકારો અને કંપનીઓ બંનેને લાભ
SEBI ચેરમેન તુહિન કાંતા પાંડેના જણાવ્યા અનુસાર, “મૂડી એકત્ર કરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી રહી છે, જેથી નવી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ સરળતાથી બજારમાં પ્રવેશી શકે. અમે રોકાણકારો અને કંપનીઓ બંનેને લાભ થાય તે માટે ફંડ એકત્ર કરવાની પ્રક્રિયાને સતત સરળ બનાવી રહ્યા છીએ.”
FPI અને ડેરિવેટિવ્ઝ
SEBIના પ્રમુખે જણાવ્યું હતું કે, વિદેશી રોકાણકારો (FPIs) ને ભારતમાં વિશ્વાસ રહે છે. તેમણે કહ્યું કે, કેપિટલ ગેઈન ટેક્સ હોવા છતાં FPI ફ્લો મજબૂત છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ભારતીય બજાર હવે ભૂતકાળની જેમ FPI ઈનફ્લો અને આઉટફ્લોના વધઘટ પર નિર્ભર નથી.
ડેરિવેટિવ્ઝ વિશે વાત કરતાં કહ્યું કે, “F&O બજાર પ્રત્યેનો અમારો અભિગમ કેલિબ્રેટેડ અને ડેટા-આધારિત રહેશે. અમે આના પર એક ડિસ્કશન પેપર બહાર પાડવાની યોજના બનાવી રહ્યા છીએ, જે બેલેન્સ એપ્રોચને દર્શાવે.”
બોન્ડ અને મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ પર ખાસ ધ્યાન
ચેરમેને કહ્યું કે, બોન્ડ માર્કેટને વધુ ગાઢ બનાવવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. જો કે, ઘણું કામ કરવાનું બાકી છે. તેમણે કહ્યું કે, ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ AUM હાલમાં GDP ના 25% કરતા ઓછું છે, જ્યારે અન્ય દેશોમાં તે ઘણું વધારે છે. “મ્યુચ્યુઅલ ફંડમાં અમારું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં રોકાણકારોનો આધાર બમણો કરવાનો છે”. તેમણે LODR (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) ની સમીક્ષાની પણ જાહેરાત કરી.
5 વર્ષમાં રોકાણકારોની સંખ્યા ડબલ કરવાનું લક્ષ્ય
SEBIના પ્રમુખે એમ પણ કહ્યું કે, ઓપ્શન્સ ફ્રેમવર્ક અને શોર્ટ સેલિંગ સિસ્ટમ (SLBM) ને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર બદલવામાં આવશે. આ ઉપરાંત ડિજિટલ, ફિઝિકલ અને મલ્ટીમીડિયા ફોર્મેટમાં રોકાણકારો માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “અમારું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં રોકાણકારોની સંખ્યા ડબલ કરવાનું છે અને આ તરફનું દરેક પગલું વિચારપૂર્વક લેવામાં આવશે.”

