Mutual Funds: 30% થી વધુનું બમ્પર રિટર્ન! ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે ‘રોકાણકારો’ને માલામાલ કર્યા, તમે કેટલા રૂપિયા કમાયા?
છેલ્લા કેટલાક વર્ષોમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણકારો માટે કમાણીની જબરદસ્ત તકો ઉભી કરી છે. છેલ્લા ત્રણ અને પાંચ વર્ષમાં સાત ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે સતત 25% થી વધુનું વાર્ષિક રિટર્ન (CAGR) આપ્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણકારો માટે કમાણીની જબરદસ્ત તકો ઉભી કરી છે. છેલ્લા 3 અને 5 વર્ષમાં 7 ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે સતત 25% થી વધુનું વાર્ષિક રિટર્ન (CAGR) આપ્યું છે. આ યાદીમાં Invesco India Midcap Fund, Bandhan Small Cap Fund, HDFC Mid Cap Fund જેવા લોકપ્રિય ફંડ્સનો સમાવેશ થાય છે.
ETMutualFunds એ ઓછામાં ઓછા 5 વર્ષના ટ્રેક રેકોર્ડ ધરાવતા 205 ફંડ્સના પ્રદર્શનનો અભ્યાસ કર્યો હતો. નોંધનીય છે કે, સેક્ટર અને થીમેટિક ફંડ્સનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આમાં ફક્ત એવા ફંડ્સ પસંદ કરવામાં આવ્યા હતા, જેમણે 3 અને 5 વર્ષમાં 25% થી વધુ CAGR આપ્યું હતું.
| ફંડનું નામ | 3 વર્ષનું CAGR | 5 વર્ષનું CAGR |
|---|---|---|
| Bandhan Small Cap Fund | 30.17% | 27.88% |
| Edelweiss Mid Cap Fund | 25.15% | 26.33% |
| HDFC Mid Cap Fund | 25.90% | 26.94% |
| Invesco India Midcap Fund | 27.67% | 25.93% |
| Motilal Oswal Large & Midcap Fund | 25.75% | 25.11% |
| Motilal Oswal Midcap Fund | 26.27% | 29.78% |
| Nippon India Growth Mid Cap Fund | 25.04% | 26.46% |
Bandhan Small Cap Fund ની વાત કરીએ તો, તેને રિટર્ન આપવામાં બીજા બધા ફંડોને પાછળ છોડી દીધા છે. તેણે 3 વર્ષમાં 30.17% CAGR અને 5 વર્ષમાં 27.88% CAGR નું મજબૂત રિટર્ન આપ્યું. નાના શેરોમાં રોકાણને કારણે આ ફંડ વધુ જોખમ ધરાવે છે પરંતુ તે હજુ પણ રિટર્નની દ્રષ્ટિએ ટોપ પર છે.
7 ફંડ્સમાં કોનો-કોનો સમાવેશ થાય છે?
આ 7 ફંડ્સમાં 5 મિડ-કેપ ફંડ, 1 સ્મોલ-કેપ ફંડ અને 1 લાર્જ અને મિડ-કેપ ફંડનો સમાવેશ થાય છે. આનો અર્થ એ થયો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મિડ-કેપ કંપનીઓએ રોકાણકારોને ખુશ કરી દીધા છે.
મિડ-કેપ કેટેગરીમાં કોણ આગળ?
મિડ-કેપ કેટેગરીમાં સૌથી મોટા ફંડ (AUM દ્વારા) HDFC મિડ કેપ ફંડે 3-વર્ષના CAGR 25.90% અને 5-વર્ષના CAGR 26.94% આપ્યા છે. ઇન્વેસ્કો ઇન્ડિયા મિડકેપ ફંડે પણ પ્રભાવશાળી 27.67% (3-વર્ષ) અને 25.93% (5-વર્ષ) CAGR હાંસલ કરેલ છે.
Motilal Oswal Mutual Fund ના બે ફંડ્સ Motilal Oswal Large & Midcap Fund તેમજ Motilal Oswal Midcap Fund બંનેએ 25%+ CAGR આપ્યું છે.
સૌથી વધુ NAV કોણ ધરાવે છે?
Nippon India Growth Mid Cap Fund ઇક્વિટી ફંડ્સમાં સૌથી વધુ NAV ધરાવે છે. તેણે 3 અને 5 વર્ષમાં 25% થી વધુનો CAGR પણ આપ્યો છે. આ ફક્ત Performance-Based વિશ્લેષણ છે.
ફંડ્સમાં ભૂતકાળનું રિટર્ન ભવિષ્યની કોઈ ગેરંટી આપતું નથી. રોકાણ હંમેશા તમારી જોખમ લેવાની ક્ષમતા, સમય અવધિ અને નાણાકીય લક્ષ્યોના આધારે કરવું જોઈએ.
