હવે મળશે ‘અદભૂત’ રિટર્ન ! આ 6 પોઇન્ટ્સ વાંચ્યા વગર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ન કરશો, એક ભૂલ અને તમારા રૂપિયા…
આજકાલ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું સામાન્ય બન્યું છે. જો કે, યોગ્ય ફંડ પસંદ કઈ રીતે કરવો, તે એક મોટી સમસ્યા છે. મોટાભાગના લોકો ફક્ત રિટર્નના આધારે ફંડ સિલેકટ કરે છે, જે અધૂરું જ્ઞાન છે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે લક્ષ્ય, જોખમ લેવાની ક્ષમતા અને ફંડના ટ્રેક રેકોર્ડને ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે. મોટાભાગના લોકો ફક્ત 3 થી 5 વર્ષના રિટર્નને જોઈને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરે છે પરંતુ શું આ પૂરતું છે? ખરેખરમાં, ફંડ પસંદ કરતી વખતે તમારો ગોલ, જોખમ લેવાની ક્ષમતા અને ફંડનો ટ્રેક રેકોર્ડ, આ બધું ચેક કરવું જોઈએ.

જો તમે યોગ્ય મુદ્દાઓ સમજશો, તો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાંથી વધુ સારું અને સુરક્ષિત રિટર્ન મેળવી શકશો. હવે પ્રશ્ન એ છે કે, કયા 6 પોઈન્ટ છે જેને જોઈને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરવું જોઈએ?

1. AUM (Assets Under Management): ફંડનું AUM ઓછામાં ઓછું ₹1,000 કરોડ હોવું જોઈએ. ઓછું AUM હોય તો ફંડમાં જોખમ વધુ રહે છે અને રિટર્ન ડગમગતું રહે છે.

2. Time Since Existence: ફંડ ઓછામાં ઓછું 5 વર્ષ જૂનું હોવું જોઈએ. આ પરથી તમને ખબર પડશે કે, ફંડે બજારના સારા અને ખરાબ બંને સમય દરમિયાન કેવું પ્રદર્શન કર્યું છે.

3. Expense Ratio: એક્સપેન્સ રેશિયો જેટલો ઓછો હોય એટલું સારું, તેવું કહેવાય છે. ઓછા ખર્ચનો અર્થ એ છે કે, તમારા નફા પર ખાસ અસર નહીં પડે.

4. Alpha: અલ્ફા બતાવે છે કે, તમારું ફંડ માર્કેટ ઇન્ડેક્સ કરતાં કેટલું સારું રિટર્ન આપી રહ્યું છે. ઉદાહરણ તરીકે, ઇન્ડેક્સે 10% રિટર્ન આપ્યું અને ફંડે 15%, તો 'અલ્ફા 5' એટલે ફંડ સારું પરફોર્મ કરી રહ્યું છે.

5. Beta: બીટા દર્શાવે છે કે, ફંડ બજારના ઉતાર-ચઢાવ પર કેવી પ્રતિક્રિયા આપે છે. જો બીટા 1 કરતાં વધારે હોય, તો ફંડ વધુ 'રિસ્કી' માનવામાં આવે છે.

6. Turnover Ratio: આ બતાવે છે કે, ફંડના પોર્ટફોલિયોમાં કેટલી વાર ટ્રેડિંગ થાય છે. જો ટર્નઓવર રેશિયો 40% થી વધુ હોય, તો ફંડ વધુ રિસ્કી છે અને જો તે 40% થી ઓછું હોય, તો તુલનાત્મક રીતે વધુ સુરક્ષિત માનવામાં આવે છે.

મ્યુચ્યુઅલ ફંડ એ એક એવું રોકાણ માધ્યમ છે, જેમાં રોકાણકારોના રૂપિયા એકઠા કરીને તેને શેર, બોન્ડ અથવા અન્ય સિક્યોરિટીઝમાં રોકવામાં આવે છે. આ ફંડને નિષ્ણાત ફંડ મેનેજરો સંભાળે છે, જે રોકાણકારોને વધુ સારા રિટર્ન અપાવવાનો પ્રયત્ન કરે છે. ટૂંકમાં જો તમે શેરબજારમાં રોકાણ કરવા નથી માંગતા, તો મ્યુચ્યુઅલ ફંડ તમારા માટે એક સરળ અને સુરક્ષિત વિકલ્પ બની શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
