AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Fund : SIP માં થતી આ 5 સામાન્ય ભૂલો, જે તમને કરોડપતિ બનતા રોકી રહી છે ! તમે તો કોઈ ભૂલ નથી કરીને ?

જો તમે SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) માં રોકાણ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. વાત એમ છે કે, SIP માં ઘણા રોકાણકારો નાની-નાની ભૂલ કરે છે અને પછી સારું રિટર્ન ન મળ્યું તેવી ફરિયાદ કરે છે.

Mutual Fund : SIP માં થતી આ 5 સામાન્ય ભૂલો, જે તમને કરોડપતિ બનતા રોકી રહી છે ! તમે તો કોઈ ભૂલ નથી કરીને ?
| Updated on: Oct 28, 2025 | 8:50 PM
Share

જો તમે દર મહિને SIP માં રોકાણ કરીને નોંધપાત્ર ફંડ એકઠું કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારે કેટલીક બાબતો પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. લાખો લોકો SIP શરૂ કરીને પોતાનું ભવિષ્ય સલામત અને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે પરંતુ કેટલીક ભૂલો એવી છે કે, જેની સીધી અસર તમારા પોર્ટફોલિયો પર પડી જાય છે.

SIP માં રોકાણ કરતી વખતે ટાળવા માટેની 5 ભૂલો

  1. SIP સંપૂર્ણપણે શેરબજાર પર નિર્ભર છે અને બજાર ગમે ત્યારે નીચે પડી શકે છે. કેટલાક લોકો ઘટાડો જોતાની સાથે જ તેમની SIP બંધ કરી દે છે. આ એક નાની ભૂલ છે, જે ક્યારેય ન કરવી જોઈએ. જો બજાર ઘટે છે, તો તમારે તે તકનો લાભ લેવો જોઈએ અને વધુ યુનિટ ખરીદવા જોઈએ. તે સમયે, તમને ઓછા પૈસામાં વધુ યુનિટ મળશે.
  2. લોકો SIP ને રૂપિયા બમણા કરવાનું મશીન માને છે. જો કે, આ વાત સંપૂર્ણ સાચી નથી; SIP માંથી દમદાર રિટર્ન થોડા વર્ષો પછી જોવા મળે છે. આથી, SIP હંમેશા લાંબાગાળાના રોકાણને ધ્યાનમાં રાખીને શરૂ કરો. જો શોર્ટ ટર્મમાં જ સારું રિટર્ન મેળવવું હોય, તો તમારે SIP માંથી સારા રિટર્નની અપેક્ષા રાખવી જોઈએ નહીં અને રોકાણ પણ ન કરવું જોઈએ. ટૂંકમાં SIP એક લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે.
  3. જો તમે SIP શરૂ કરવા જઈ રહ્યા છો, તો તમારે ચોક્કસપણે પ્લાનિંગ કરવું જોઈએ. સરળ રીતે જોઈએ તો, રિટાયરમેન્ટ, એજ્યુકેશન કે ઘર ખરીદવું? તમે શા માટે આ SIP શરૂ કરી હતી? વિચાર્યા વિના રોકાણ કરવાથી તમારી બીજી યોજનાઓમાં પણ વિક્ષેપ આવી શકે છે.
  4. જો તમે પહેલાથી જ SIP શરૂ કરી દીધી છે, તો તેનો અર્થ એ છે કે તમારે દર 6-12 મહિને પોર્ટફોલિયો ચેક કરતાં રહેવું જોઈએ. જો તે તમારી યોજના મુજબ વળતર ન આપે, તો તેની સમીક્ષા કરવી જોઈએ.
  5. ફક્ત લોકપ્રિયતા અથવા ભૂતકાળના રિટર્નના આધારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરવી જોખમી સાબિત થઈ શકે છે. યોગ્ય ફંડ પસંદ કરવા માટે તમે કેટલું જોખમ લઈ શકશો (દા.ત., તમે બજારના વધઘટનો કેટલો સામનો કરી શકો છો) અને રોકાણ પીરિયડ (દા.ત., 2 વર્ષ કે 15 વર્ષ) ને ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: આ શું સિલ્વરના ચાર્ટ પર ‘હેડ એન્ડ શોલ્ડર પેટર્ન’ ? ચાંદી ભવિષ્યમાં કઈ ઊંચાઈએ પહોંચશે ? એક્સપર્ટનો ઈશારો….

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">