AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026 પહેલા CSKની નવી જર્સી લોન્ચ થઈ, ફ્રેન્ચાઇઝીએ વીડિયો શેર કર્યો

CSK New Jersey 2026 : આઈપીએલ 2026 પહેલા પાંચ વખતની ટ્રોફી પોતાને નામ કરનારી સીએસકે છઠ્ઠી ટ્રોફી જીતવા મેદાનમાં ઉતરશે. આ પહેલા ફેન્ચાઈઝીએ જર્સી લોન્ચ કરી છે. જેનો એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Breaking News : IPL 2026 પહેલા CSKની નવી જર્સી લોન્ચ થઈ, ફ્રેન્ચાઇઝીએ વીડિયો શેર કર્યો
| Updated on: Mar 01, 2026 | 1:31 PM
Share

આઈપીએલ 2026 પહેલા તમામ ટીમ પોતાની તૈયારીમાં લાગી ચૂકી છે. આઈપીએલની 19મી સીઝન 28 માર્ચથી શરુ થવાની આશા છે. 5 વખતની ચેમ્પિયન સીએસ ટીમ આ વખતે અનેક યુવા ખેલાડીઓને લઈ મેદાનમાં ઉતરશે. આ સિવાય એમએસ ધોની પણ પોતાની તૈયારી કરી ચૂક્યો છે. સીઝન પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે નવી જર્સી લોન્ચ કરી છે, જેનો વીડિયો ફ્રેન્ચાઈઝીએ શેર કર્યો છે.

લોન્ચ થઈ જર્સી

સીએસ કે પોતાની નવી જર્સી લોન્ચ કરી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સિવાય સરફરાઝ ખાન અને આયુષ મ્હાત્રે એક્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ગાયકવાડ એક બેગમાંથી જર્સી બહાર કાઢે છે. આ જર્સી પાછળ ધોનીનું નામ લખેલું હોય છે. તેનો નંબર 7 છે. ત્યારબાદ ધોનીની એન્ટ્રી ધમાકેદાર અંદાજેમાં થાય છે. વીડિયોમાં ધોની પહેલા બાઈક ચલાવતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ સીએસકેના ચાહકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સીએસકે પહેલા લખનૌ સુપર જાયન્ટસે પોતાની જર્સી લોન્ચ કરી હતી. ટીમે પોતાની જર્સીનો કલર પણ બદલ્યો છે.

ટીમના નવા ચહેરા

આઈપીએલ 2026 ઓક્શનમાં સીએસકેના નવા ખેલાડીઓને પોતાના દળનો ભાગ બનાવ્યો છે. સીએસકેના પ્રશાંત વીરને 14.20 કરોડ, કાર્તિક શર્મા 14.20 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. આ સિવાય ટીમે સરફરાઝ ખાનને 75 લાખમાં ખરીદ્યો છે. જ્યારે રાહુલ ચહર 5.20 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ટીમે ઓક્શન પહેલા સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સમાંથી રવિન્દ્ર જાડેજાના સ્થાન પર ટ્રૈડ કર્યો હતો. સંજુ સેમસન આ વખતે પીળી જર્સીમાં જોવા મળશે.

આઈપીએલ 2026 સ્કવોડ

એમએસ ધોની, અંશુલ કંબોઝ,ગુરઝાપીત સિંહ, જેમી ઓવરટન,મુકેશ ચૌધરી,નાથન એલિસ,નુર અહમદ, રામકૃષ્ણ ધોષ, સંજુ સેમસન,ઋતુરાજ ગાયકવાડ,શિવમ દુબે,શ્રેયસ ગોપાલ,ખલીલ અહમદ,આયુષ મ્હાત્રે,ડેવાલ્ડ બ્રેવિસ,ઉર્વિલ પટેલ,કાર્તિક શર્મા, પ્રશાંત વીર,અકિલ હોસેન,મૈટ હેનરી, મૈથ્યુ શોર્ટ,સરફરાઝ ખાન, અમન ખાન,રાહુલ ચહર અને જૈક ફાઉલ્ક્સ

ચેન્નાઈ સુપર કિંગ્સ જે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લે છે. 2008માં શરુ થયેલી આ ટીમ ચેન્નાઈના M. A. ચિદમ્બરમ સ્ટેડિયમમાં તેની ઘરેલું મેચો રમે છે. અહી ક્લિક કરો

Follow Us
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
g clip-path="url(#clip0_868_265)">