Shivling Puja : મંદિર અને ઘરમાં શિવલિંગ રાખવા વચ્ચે શું તફાવત અને મહત્વ છે ? આ માટે કયા નિયમોનું પાલન કરવું જોઈએ ?
'શિવલિંગ' એ ભગવાન શિવનું પ્રતીક છે. તમે ઘર અને મંદિર બંને જગ્યાએ શિવલિંગ જોયું હશે. "શિવલિંગ" શબ્દનો અર્થ "શિવનું પ્રતીક" થાય છે, જ્યાં "શિવ" નો અર્થ પરોપકારી અને "લિંગ" નો અર્થ પ્રતીક અથવા ચિહ્ન થાય છે.

‘શિવલિંગ’ને બ્રહ્માંડની ઊર્જાનું પ્રતીક પણ માનવામાં આવે છે અને તે ભગવાન શિવની સૌથી પ્રાથમિક મૂર્તિઓમાંની એક છે. શિવલિંગ ઘર અને મંદિર બંને જગ્યા પર જોવા મળે છે. એવામાં ચાલો જાણીએ કે, મંદિર અને ઘરમાં શિવલિંગ રાખવા વચ્ચે શું તફાવત અને મહત્વ છે.
મંદિર અને ઘરમાં શિવલિંગ વચ્ચે શું તફાવત છે?
મંદિર અને ઘરમાં શિવલિંગ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે, મંદિરનું શિવલિંગ સામાન્ય રીતે મોટું અને વિસ્તૃત હોય છે, જ્યાં નિયમિત પ્રાર્થના તેમજ આરતી કરવામાં આવે છે, જ્યારે ઘરમાં એક નાનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવે છે. તેની સંભાળ અને પૂજા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું આવશ્યક છે.
મંદિરમાં રહેલું ‘શિવલિંગ’ ભગવાન શિવના નિરાકાર સ્વરૂપ અને ઊર્જાનું પ્રતીક છે, જે એક ખાસ ‘શિવાલય’માં રાખવામાં આવે છે, જ્યારે ઘરમાં રાખવામાં આવેલા શિવલિંગની પૂજા વ્યક્તિગત ભક્તિ અને ઇચ્છાઓની મનોકામના માટે કરવામાં આવે છે.
મંદિરમાં શિવલિંગનું મહત્વ
- નિરાકાર બ્રહ્મનું પ્રતીક: ભગવાન શિવ નિરાકાર છે અને આ શિવલિંગને નિરાકાર, અનંત તેમજ અમર્યાદિત સ્વરૂપનું પ્રતીક માનવામાં આવે છે.
- સૃષ્ટિનું પ્રતીક: શિવલિંગને વિશ્વની રચના અને વિસર્જનનું કારણ માનવામાં આવે છે. આથી, તેને શૂન્યતા, આકાશ અને બ્રહ્માંડનું પ્રતીક પણ કહેવામાં આવે છે.
- ત્રિમૂર્તિનું નિવાસસ્થાન: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓ શિવલિંગમાં રહે છે, તેથી તેની પૂજા કરવાથી બધા દેવી-દેવતાઓ પ્રસન્ન થઈ શકે છે.
- પ્રકૃતિ અને માણસનું જોડાણ: શિવલિંગ પ્રકૃતિ અને માણસના જોડાણનું પ્રતીક માનવામાં આવે છે, જે બ્રહ્માંડની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
- ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ: શિવલિંગની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે, તેમજ આધ્યાત્મિક શાંતિ પણ મળે છે, જે વિચારવાની-સમજવાની ક્ષમતામાં વધારો કરે છે.
- મુક્તિનો માર્ગ: શિવલિંગની પૂજા કરવાથી તમારી મુશ્કેલીઓ સરળતાથી દૂર થઈ શકે છે. ભગવાન પાસે તમારા પાપોની ક્ષમા માંગવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે.
ઘરમાં શિવલિંગનું મહત્વ
ઘરમાં શિવલિંગ હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે સકારાત્મક ઉર્જા લાવે છે, જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. બીજું કે, ઘરમાં શાંતિ જાળવવામાં અને પરિવારના સભ્યોમાં સુમેળ જાળવવામાં મદદ કરે છે.
વધુમાં તે મન અને શરીર બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે, તણાવ અને ચિંતા ઘટાડે છે તેમજ એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. એવું માનવામાં આવે છે કે, શિવલિંગની પૂજા કરવાથી મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)
