AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના આ મંદિરમાં સ્થાપિત છે 90 લાખથી વધુ શિવલિંગ, આજે પણ સતત વધી રહી છે શિવલિંગની સંખ્યા- Photos

કર્ણાટકનું આ મંદિરમાં 90 લાખથી વધુ શિવલિંગ સ્તાપિત કરવામાં આવી ચુક્યા છે અને હાલ પણ અહીં શિવલિંગની સંખ્યા સતત વધી રહી છે. આ જ કારણ છે કે આ મંદિર ન માત્ર ભાવિકો માટે પરંતુ પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનેલુ છે.

| Updated on: Sep 09, 2025 | 2:02 PM
Share
આપણા દેશમાં હજારો વર્ષ પુરાણા મંદિરોના ઈતિહાસ અને આસ્થા જોડાયેલા છે. દરેક મંદિરની પોતાની વિશેષતા છે. પરંતુ કર્ણાટક જિલ્લાના કોલાર જિલ્લામા આવેલુ કોટિલિંગેશ્વર મંદિર તેની અનોખી ઓળખ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ મંદિરની સૌથી વધુ ખાસ વાત એ છે કે અહીં 90 લાખથી વધુ શિવલિંગ સ્થાપિત કરવામાં આવી ચુક્યા છે અને આ સંખ્યા હજુ પણ સતત વધી રહી છે.  (Photo Source: Kotilingeshwara Temple/Facebook)

1 / 9
કન્નડ ભાષામાં 'કોટી' નો અર્થ એક કરોડ થાય છે, અને આ મંદિરનું નામ આ સાથે સંકળાયેલું છે - કોટિલિંગેશ્વર. આ મંદિરની સ્થાપના 1980 માં સ્વામી સંભા શિવમૂર્તિ દ્વારા કરવામાં આવી હતી. તેમનું સ્વપ્ન અહીં એક કરોડ શિવલિંગ સ્થાપિત કરવાનું હતું. (Photo Source: Kotilingeshwara Temple/Facebook)

2 / 9
શરૂઆતમાં, અહીં ફક્ત થોડા જ શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યા હતા પરંતુ સમય જતાં, દાતાઓ અને ભક્તોની શ્રદ્ધાએ આ આંકડાને લાખોમાં પહોંચાડી દીધો. અહીં હાજર 108 ફૂટ ઊંચું શિવલિંગ અને 35 ફૂટ ઊંચી નંદીની પ્રતિમા આ મંદિરના મુખ્ય આકર્ષણો છે. તેને એશિયાનું સૌથી મોટું અને સૌથી ઊંચું શિવલિંગ માનવામાં આવે છે.(Photo Source: Kotilingeshwara Temple/Facebook)

3 / 9
લગભગ 15 એકરમાં ફેલાયેલા આ મંદિર પરિસરમાં નાના-મોટા લાખો  શિવલિંગ સ્થાપિત છે. ભક્તો તેમની શ્રદ્ધા મુજબ દાન આપીને અહીં શિવલિંગ સ્થાપિત કરી શકે છે. ખાસ વાત એ છે કે દાન કરાયેલા શિવલિંગો પર દાતાનું નામ પણ અંકિત થયેલ છે.(Photo Source: Kotilingeshwara Temple/Facebook)

4 / 9
આ મંદિરમાં ફક્ત શિવલિંગ જ નથી, પરંતુ ભગવાન વિષ્ણુ, બ્રહ્મા, મહેશ, ભગવાન રામ, દેવી અન્નપૂર્ણેશ્વરી, દેવી કરુમારી અમ્મા, ભગવાન વેંકટરામણી સ્વામી, ભગવાન પાંડુરંગ સ્વામી, ભગવાન પંચમુખી ગણપતિ, ભગવાન હનુમાન અને દેવી કનિકા પરમેશ્વરીને સમર્પિત 11 નાના મંદિરો પણ છે.(Photo Source: Kotilingeshwara Temple/Facebook)

5 / 9
આખા વર્ષ દરમિયાન ભક્તો અહીં આવતા રહે છે, પરંતુ મહાશિવરાત્રીના પાવન અવસરે લાખો ભક્તો અહીં આવે છે. આ દિવસે ખાસ પૂજા અને અભિષેકનું આયોજન કરવામાં આવે છે. મંદિર સંકુલમાં એક મોટી પાણીની ટાંકી પણ છે જ્યાં ભક્તો શિવલિંગ પર અભિષેક કરે છે. (Photo Source: Kotilingeshwara Temple/Facebook)

6 / 9
આ મંદિર તાજેતરના દાયકાઓમાં સ્થાપિત થયું હોવાથી, તેમાં ભક્તો અને પ્રવાસીઓ માટે તમામ આધુનિક સુવિધાઓ છે. મંદિર પરિસરમાં શૌચાલય, પાણીની વ્યવસ્થા, લગ્ન હોલ, ધ્યાન હોલ અને પ્રદર્શન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. ઉપરાંત, પૂજા સામગ્રી અને શિવલિંગની નાની મૂર્તિઓ બહારના નાના બજારમાં સરળતાથી ખરીદી શકાય છે. (Kotilingeshwara Temple/Facebook)

7 / 9
આ મંદિર કર્ણાટકના કોલાર જિલ્લાના કમ્માસનદ્ર ગામમાં આવેલું છે. નજીકનું એરપોર્ટ બેંગલુરુમાં કેમ્પેગૌડા એરપોર્ટ છે, જે લગભગ 100 કિમી દૂર છે. તે જ સમયે, બેંગલુરુ, મેંગલુરુ, હસન અને હુબલીથી કોલાર સુધી રેલ સેવા ઉપલબ્ધ છે. (Photo Source: Kotilingeshwara Temple/Facebook)

8 / 9
બેંગલુરુથી કોલારનું અંતર લગભગ 70 કિમી છે અને આ યાત્રા કાર અથવા બસ દ્વારા લગભગ 2 કલાકમાં પૂર્ણ કરી શકાય છે. આ ડ્રાઇવ લીલાછમ ખેતરો, ટેકરીઓમાંથી પસાર થતો રસ્તો અને સુંદર દૃશ્યો વચ્ચે ખૂબ જ સુખદ અનુભવ આપે છે. (Photo Source: Kotilingeshwara Temple/Facebook)

9 / 9

પંજાબમાં આવેલા પૂરનો પ્રકોપ કુદરતી કે માનવસર્જિત? 43નાં મોત, 9 લાખ લોકોનું સ્થળાંતર, લાખો હેક્ટર પાક બર્બાદ- જવાબદાર કોણ?

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">