કપિલ શર્મા
કપિલ શર્મા એક જાણીતો અને પ્રખ્યાત કોમેડિયન છે. તેની કોમેડીથી દેશ વિદેશના ચાહકો હસે છે.કપિલ શર્મા ફિલ્મ “ઇટ્સ માય લાઇફ”, અબ્બાસ મસ્તાનની કિસ કિસકો પ્યાર કરો અને કરણ જોહરની ફિલ્મમાં પણ જોવા મળ્યો છે. તેમનો હાલમાં એક શો આવી રહ્યો છે, આ શોના હોસ્ટ કોમેડિયન કપિલ શર્મા છે. કપિલ શર્માનો જન્મ અમૃતસર પંજાબમાં થયો હતો. તેના પિતા પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ હતા અને માતા જનક રાણી ગૃહિણી છે. કપિલે કોમેડી શો હંસતે રહો હંસતે રહોમાં કામ કર્યું હતું, ત્યારબાદ તેને ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં પહેલો બ્રેક મળ્યો હતો. તેણે જીતેલા નવ રિયાલિટી ટીવી શોમાંથી આ એક છે,લોકસભા ચૂંટણી 2014માં, તેમને દિલ્હી ચૂંટણી પંચ દ્વારા દિલ્હીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા.કપિલ શર્મા ‘ધ કપિલ શર્મા શો’ સાથે નાના પડદા પર પરત ફરી રહ્યો છે,કપિલની સાથે કોમેડિયન સુનીલ ગ્રોવર અને અલી અસગર પણ આ શોમાં જોવા મળશે.
Breaking News : કપિલ શર્માના કેનાડામાં આવેલ કાફેમાં ફરીથી ગોળીબાર, ગોલ્ડી-સિદ્ધુ ગેંગે સ્વીકારી જવાબદારી
જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડામાં આવેલા કાફેમાં ફરી એકવાર ગોળીબાર થયો છે. ગોલ્ડી ધિલ્લોન અને કુલદીપ સિદ્ધુએ ગોળીબારની જવાબદારી લીધી છે.
- TV9 Gujarati
- Updated on: Oct 16, 2025
- 7:14 pm
કપિલ શર્માની ઓન-સ્ક્રીન વાઇફ ધોળા દિવસે ફફડી ગઈ, કહ્યું ‘એક વ્યક્તિએ કાર રોકી અને તેની સાથે….’
કોમેડિયન કપિલ શર્માની ઓન-સ્ક્રીન વાઇફે રવિવારે મુંબઈના રસ્તાઓ પર બનેલી એક ભયાનક ઘટના વિશે જણાવ્યું હતું. વાત એમ છે કે, આ અભિનેત્રીની કાર રોકી દેવામાં આવી હતી અને તેની સાથે જે કરવામાં આવ્યું તે તમે સપને પણ વિચાર્યું નહી હોય.
- Ravi Prajapati
- Updated on: Sep 1, 2025
- 7:04 pm
Breaking News : કપિલ શર્માના કેનેડા કાફેમાં બીજી વખત ફાયરિંગ, મુંબઈમાં આવેલા ઘરની સુરક્ષા વધારવામાં આવી
કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ થયું છે. ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ ફાયરિંગની જવાબદારી લીધી છે. આ ઘટના બાદ કપિલ શર્માના મુંબઈના ઘરની પણ સુરક્ષા વધારવામાં આવી છે.
- Nirupa Duva
- Updated on: Aug 8, 2025
- 12:10 pm
કેનેડામાં કપિલ શર્માના કેફે પર ગોલ્ડી-લોરેન્સ ગેંગે કર્યો ગોળિબાર, હવે મુંબઈમાં કપિલ શર્મા પર હુમલો કરવાની આપી ધમકી
Shooting at Kapil Sharma's cafe in Canada : કેનેડામાં જાણીતા હાસ્ય કલાકાર કપિલ શર્માના કાફે ઉપર ફરી એકવાર ગોળીબાર કરવામાં આવ્યો છે. ગોલ્ડી ધિલ્લોન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ ગોળીબારની જવાબદારી સ્વીકારી છે અને સાથેસાથે કપિલ શર્માને મોટી ધમકી પણ આપી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 7, 2025
- 8:38 pm
કપિલનો શો હોય કે ક્રિકેટ કોમેન્ટ્રી, નવજોત સિંહ સિદ્ધુ ક્યાંથી વધુ કમાણી કરે છે?
પોતાના અનોખા અંદાજ માટે પ્રખ્યાત ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ ફરી એકવાર સમાચારમાં છે. તેઓ ફરી એકવાર ક્રિકેટ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરતા જોવા મળ્યા છે. તેઓ ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં પણ પાછા ફર્યા છે. જ્યાં તેઓ લોકોનું મનોરંજન કરતા જોવા મળે છે. ચાલો તમને જણાવીએ કે કપિલનો શો કે કોમેન્ટ્રી ક્યાંથી સૌથી વધુ કમાણી કરી રહી છે.
- Dhinal Chavda
- Updated on: Jul 28, 2025
- 5:43 pm
Kapil Sharma cafe : કેનેડામાં કપિલ શર્માના કાફેમાં જ્યાં ગોળીબાર થયો તે અંદરથી ખુબ જ લક્ઝરી છે, જુઓ ફોટો
કપિલ શર્માએ તાજેતરમાં કેનેડામાં પોતાનું કાફે ખોલ્યું છે. જેનું નામ કેપ્સ કાફે રાખવામાં આવ્યું છે. ગુરુવારના રોજ અહી ગોળીબાર થયો હતો. જેની જવાબદારી આતંકવાદી હરજીતે લીધી છે.
- Nirupa Duva
- Updated on: Jul 11, 2025
- 10:29 am
કેનેડામાં કોમેડિયન કપિલ શર્માએ ખોલેલા કેફેમાં આતંકવાદીઓએ કર્યો ગોળીબાર, જુઓ વીડિયો
પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના તાજેતરમાં ખુલેલા કેફે વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં કપિલ શર્માના કેફેમાં ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jul 10, 2025
- 7:22 pm
Sharma Surname History : પૂજા-પાઠ અને વેદો સાથે જોડાયેલो છે શર્મા અટકનો ઈતિહાસ, જાણો
ભારતમાં અલગ અલગ પ્રકારના વર્ણ વ્યવસ્થા આવે છે. બધા જ લોકોના નામ પાછળ અટક લખવામાં આવે છે. જે કુટુંબ, વંશ અથવા જાતિ દર્શાવે છે. નામ વ્યક્તિની કૌટુંબિક ઓળખ અથવા સાંસ્કૃતિક વારસો વ્યક્ત કરે છે. પરંતુ અટક પાછળનો ઈતિહાસ ખબર હોતી નથી.
- Disha Thakar
- Updated on: Apr 27, 2025
- 3:23 pm
Comedian Controversy : રણવીર અલ્લાહબાદિયા બાદ કપિલ શર્મા પણ વિવાદમાં, જૂનો વીડિયો વાયરલ થયો
સમય રૈના અને રણવીર અલ્લાહબાદિયાના સ્ટેન્ડઅપ કોમેડી વિવાદ વચ્ચે કપિલ શર્માનું નામ પણ સામે આવ્યું છે. કપિલ શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે માતા-પિતા પર કોમેન્ટ કરતો જોવા મળી રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Feb 14, 2025
- 12:49 pm
Breaking News : કપિલ શર્મા સહિત આ સેલેબ્સને પાકિસ્તાનથી ધમકીભર્યો મળ્યો મેઇલ, લખ્યું કે, ‘જો 8 કલાકમાં…’
Breaking News : ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. કોમેડિયન કપિલ શર્મા સહિત ત્રણ સેલેબ્સને ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. પોલીસે રિપોર્ટ નોંધી લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઇમેઇલ્સ પાકિસ્તાનથી આવ્યા છે.
- Meera Kansagara
- Updated on: Jan 23, 2025
- 8:21 am