AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કપિલ શર્માની ઓન-સ્ક્રીન વાઇફ ધોળા દિવસે ફફડી ગઈ, કહ્યું ‘એક વ્યક્તિએ કાર રોકી અને તેની સાથે….’

કોમેડિયન કપિલ શર્માની ઓન-સ્ક્રીન વાઇફે રવિવારે મુંબઈના રસ્તાઓ પર બનેલી એક ભયાનક ઘટના વિશે જણાવ્યું હતું. વાત એમ છે કે, આ અભિનેત્રીની કાર રોકી દેવામાં આવી હતી અને તેની સાથે જે કરવામાં આવ્યું તે તમે સપને પણ વિચાર્યું નહી હોય.

કપિલ શર્માની ઓન-સ્ક્રીન વાઇફ ધોળા દિવસે ફફડી ગઈ, કહ્યું 'એક વ્યક્તિએ કાર રોકી અને તેની સાથે....'
| Updated on: Sep 01, 2025 | 7:04 PM
Share

મહારાષ્ટ્રમાં આ દિવસોમાં ‘મરાઠા અનામત’ માટે ‘મરાઠા આંદોલન’ ચાલી રહ્યું છે. આ આંદોલન દરમિયાન કપિલ શર્માના કોમેડી શોની અભિનેત્રી અને તેની ઓન-સ્ક્રીન વાઇફને દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો.

અભિનેત્રી રવિવારે કોલાબાથી ફોર્ટ જઈ રહી હતી ત્યારે કેટલાક લોકોએ તેની કાર રોકી અને તેની સાથે વાંધાજનક વર્તન કર્યું હતું. આ અંગે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બધું વિગતવાર જણાવ્યું હતું પરંતુ હવે અભિનેત્રીએ તેની પોસ્ટ ડિલીટ કરી દીધી છે.

કહ્યું ‘કાર રોકી અને…’

સુમોના ચક્રવર્તીએ તેની સાથે બનેલી ઘટના વિશે ઇન્સ્ટાગ્રામ પર ઘણું લખ્યું હતું. તે એક મિત્ર સાથે કારમાં જઈ રહી હતી, ત્યારે રસ્તામાં એક વ્યક્તિએ તેની કાર રોકી અને તેના હાથથી કારના બોનેટ પર મારવાનું શરૂ કર્યું તેમજ જોરજોરથી હસી રહ્યો હતો. આ દરમિયાન, તે વ્યક્તિ સાથે કેટલાક બીજા લોકો પણ હતા અને તેઓ ‘જય મહારાષ્ટ્ર’ ના નારા લગાવી રહ્યા હતા.

સુમોના ચક્રવર્તીએ કાયદા અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા. અભિનેત્રી ધોળા દિવસે રસ્તા પર પોતાની સાથે બનેલી આવી ઘટનાથી ખૂબ જ ડરી ગઈ અને ઇન્સ્ટાગ્રામ પર પોતાની આપવીતી જણાવી હતી. જો કે, અભિનેત્રીએ સોમવારે સવારે ઇન્સ્ટાગ્રામ પરથી તે પોસ્ટ હટાવી દીધી છે પરંતુ તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

સુમોનાએ લગાવ્યો આરોપ

અભિનેત્રીના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ખાતા, પીતા, સૂતા, સ્નાન કરતા, રસોઈ કરતા, પેશાબ કરતા, શૌચ કરતા, રીલ બનાવતા અને વીડિયો કોલ કરતા જોવા મળ્યા હતા. રસ્તાઓ કેળાની છાલ, પ્લાસ્ટિકની બોટલો અને ગંદકીથી ભરેલા હતા. સુમોનાએ આરોપ લગાવ્યો હતો કે, અહીં લોકોની ભાવના સાથે મજાક ઉડાવવામાં આવી છે.

કપિલની ઓન-સ્ક્રીન વાઇફ

સુમોના ચક્રવર્તી કપિલ શર્માના ટીવી શો ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ અને ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળી છે. તે કપિલની પત્નીની ભૂમિકા ભજવતી હતી. આ ઉપરાંત, તે ‘બડે અચ્છે લગતે હૈં’ અને ‘કહાની કોમેડી સર્કસ કી’ જેવા શોમાં પણ જોવા મળી છે.

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">