AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પૂર્વ CM ફારુક અબ્દુલ્લા પર હુમલો, 20 વર્ષથી હતા નિશાન પર, જાણો કોણ છે હુમલાખોર

જમ્મુમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા લગ્ન સમારોહમાં હાજરી આપી રહ્યા હતા ત્યારે તેમને ગોળી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હુમલાખોર કમલ સિંહ જામવાલે તેમના માથા પર બંદૂક તાકી હતી, પરંતુ સુરક્ષા કર્મચારીઓએ તેમને ઝડપથી પકડી લીધો હતો.

Breaking News : પૂર્વ CM ફારુક અબ્દુલ્લા પર હુમલો, 20 વર્ષથી હતા નિશાન પર, જાણો કોણ છે હુમલાખોર
| Updated on: Mar 12, 2026 | 10:19 AM
Share

જમ્મુમાં બુધવારે મોડી સાંજે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓ શહેરના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

મોટી દુર્ઘટના ટળી

કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ અચાનક તેમની નજીક પહોંચ્યો અને બંદૂક તાકી ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો. જોકે સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક સતર્કતા દાખવી હુમલાખોરને કાબૂમાં લઈ લીધો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ.

લાઇસન્સવાળી પિસ્તોલ જપ્ત

પોલીસે હુમલાખોરની ઓળખ કમલ સિંહ જામવાલ તરીકે કરી છે. આશરે 63 વર્ષનો કમલ સિંહ જમ્મુના પુરાણી મંડી વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે પુરાણી મંડીમાં એક દુકાન ચલાવે છે. પોલીસે તેની પાસેથી લાઇસન્સવાળી પિસ્તોલ જપ્ત કરી છે, જેનાથી તેણે અબ્દુલ્લા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

20 વર્ષથી ફારુક અબ્દુલ્લા પર હુમલો કરવાની યોજના હતી

ઘટનાની પૂછપરછ દરમિયાન આરોપીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેના જણાવ્યા મુજબ તે લગભગ છેલ્લા 20 વર્ષથી ફારુક અબ્દુલ્લા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. બુધવારે સાંજે તેને ખબર પડી કે અબ્દુલ્લા તેના પિતરાઈ ભાઈના પુત્રના લગ્ન સમારોહમાં હાજરી આપવા આવવાના છે. આ માહિતી મળતા તેણે સ્થળે પહોંચીને હુમલો કરવાની યોજના અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષા કર્મચારીઓની ઝડપી કાર્યવાહીથી તે પોતાના ઇરાદામાં સફળ થઈ શક્યો નહોતો.

આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. સ્થળને ઘેરીને તપાસ શરૂ કરવામાં આવી છે અને હુમલાખોરના હેતુ તેમજ તેની પાછળ કોઈ મોટી સાજિશ તો નથી ને તે દિશામાં તપાસ ચાલી રહી છે.

કોણ છે ફારુક અબદુલ્લા?

ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેઓ જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ પાર્ટીના પ્રમુખ છે અને ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમના પિતા શેખ અબ્દુલ્લા પણ રાજ્યના પ્રખ્યાત નેતા અને મુખ્યમંત્રી રહ્યા હતા, જ્યારે તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા પણ રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે ફારુક અબ્દુલ્લાને ઝેડ-પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. તેમ છતાં હુમલાખોર તેમની નજીક સુધી પહોંચી ગયો હોવાના કારણે સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. હાલમાં પોલીસે આરોપીને કસ્ટડીમાં રાખીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો-Fuel-Gas Crisis: LPGની કમી પછી હવે શું PNG સંકટ આવશે ? આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?

Follow Us
SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક જગ્યાએ બૂમાબુમ
SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક જગ્યાએ બૂમાબુમ
અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોરવાયા, 4 કલાકમાં 29 EVM બદલાયા-Video
અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોરવાયા, 4 કલાકમાં 29 EVM બદલાયા-Video
Breaking News : 65 વર્ષીય વૃદ્ધાનું મતદાન કેન્દ્ર પર મોત
Breaking News : 65 વર્ષીય વૃદ્ધાનું મતદાન કેન્દ્ર પર મોત
પીપરટોડા ગામના 180 લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર- Video
પીપરટોડા ગામના 180 લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર- Video
"મને જીવતા જીવ જ મારી નખાયો"-મતદારયાદીમાંથી નામ કમી થતા વૃદ્ધની વેદના
અમદાવાદના ઠક્કરબાપાનગરના અલગ-અલગ સોસાયટીના લોકોએ એક સાથે કર્યું મતદાન
અમદાવાદના ઠક્કરબાપાનગરના અલગ-અલગ સોસાયટીના લોકોએ એક સાથે કર્યું મતદાન
જામનગરમાં રિવાબાએ વોર્ડનંબર-5માં મતદાન કર્યું
જામનગરમાં રિવાબાએ વોર્ડનંબર-5માં મતદાન કર્યું
ભાવનગરના મહુવામાં 3200 મતદારોએ મતદાનનો કર્યો બહિષ્કાર, જુઓ-Video
ભાવનગરના મહુવામાં 3200 મતદારોએ મતદાનનો કર્યો બહિષ્કાર, જુઓ-Video
Breaking News : કોંગ્રેસ ઉમેદવારનું બટન ન દબાતું હોવાના આરોપ
Breaking News : કોંગ્રેસ ઉમેદવારનું બટન ન દબાતું હોવાના આરોપ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન, જુઓ-Video
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">